આ 70 વર્ષના વૃદ્ધને કરવા છે ટેનિસ સ્ટાર પીવી સિંધુ સાથે લગ્ન, આપી આ ધમકી

PC: intoday.in

આ કોઈ મજાક નથી, પરતું ગંભીર વાત છે. એક 70 વર્ષના વૃદ્ધ 24 વર્ષની બેડમિન્ટન સ્ટાર ખેલાડી પી. વી. સિંધુ જોડે લગ્ન કરવા માંગે છે. તેના માટે તેઓ કલેક્ટ્રેટ કાર્યાલયમાં અરજી લઈને પહોંચ્યા હતા.

તામિલનાડુના રામનાથપુરમ જિલ્લામાં રહેનારા 70 વર્ષના મલયસામીએ જિલ્લા કલેક્ટ્રેટ કાર્યાલયમાં અરજી દાખલ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, તે બેડમિન્ટન સ્ટાર પી. વી. સિંધુ જોડે લગ્ન કરવા માંગે છે.

તેમણે ઉપરથી ધમકી આપી છે કે જો કાર્યાલય જરૂરી વ્યવસ્થા નહીં કરશે તો તેઓ સિંધુનું અપહરણ કરી લેશે. તેમણે પોતાના અને સિંધુના ફોટા સાથે અરજી કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, તેમની ઈચ્છા પી. વી. સિંધુ જોડે લગ્ન કરવાની છે.

આ મામલો જિલ્લા કાર્યાલય દ્વારા આયોજિત સાપ્તાહિક બેઠકમાં સામે આવ્યો હતો. જ્યાં સામાન્ય નાગરિકો તેમની ફરિયાદો અને અરજીઓ લઈને આવી શકે છે.

મલયસામીએ એવું પણ કહ્યું કે, જ્યારે પી. વી. સિંધુ માત્ર 16 વર્ષની હતી ત્યારથી તેમને સિંધુ ગમે છે. હું તેના કરિયરથી ખાસ્સો પ્રભાવિત થયો છું અને હવે તેને મારી જીવનસાથી બનાવવા માંગુ છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp