ઓસ્ટ્રેલિયન ટીમ જીત પછી બીયર પાર્ટી કરી રહી હતી, પછી શું થયું કે બંધ કરવી પડી

PC: sports.yahoo.com

ઓસ્ટ્રેલિયન ક્રિક્રેટ ટીમે ઘર આંગણે જ ઇંગ્લેંડ ટીમને 4-0થી હરાવી દીધા બાદ ઓસ્ટ્રેલિયન ક્રિક્રેટરોએ જશ્ન મનાવવા બીયર પાર્ટી કરીને મોજ માણી રહ્યા હતા ત્યાં જ પોલીસે આવીને રંગમાં ભંગ પાડી દીધો હતો.

ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેંડ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચની સીરિઝમાં ઓસ્ટ્રેલિયાએ ઘરઆંગણે જ ઇંગ્લેંડને 4-0થી હરાવી દીધી હતી. હોબાર્ટમાં ટેસ્ટ મેચ જીત્યા પછી ઓસ્ટ્રેલિયન ક્રિક્રેટ ટીમે જીતની ઉજવણી શરૂ કરી દીધી હતી. પહેલાં ડ્રેસિંગ રૂમમાં પેંટ કમિંસ અને અન્ય ખેલાડીઓ ખુશી મનાવવા બીયર પાર્ટી કરી. એ પછી ખેલાડીઓ બહાર ફરવા પણ નિકળ્યા અને બીયરની મોજ માણી રહ્યા હતા, પરંતુ પોલીસ પહોંચી ગઇ હતી અને પાર્ટીને અટકાવી દીધી હતી.

હકિકતમાં, સોમવારે નાથન લાયન, એલેક્સ કેરી સહિત અન્ય ખેલાડીઓ બીયર પાર્ટી કરી હતી અને આ પાર્ટી વહેલી સવારે 6-30 વાગ્યા સુધી ચાલી હતી. પાર્ટીની જાણ થતા પોલીસ પહોંચી ગઇ હતી અને ખેલાડીઓને ઘોંઘાટ બંધ કરવાની ચેતવણી આપીને પોલીસ ચાલી ગઇ હતી, પરંતુ તે પછી પાર્ટી તાત્કાલિક બંધ થઇ ગઇ હતી.

 
 
 
View this post on Instagram

A post shared by 7Cricket (@7cricket)

ખાસ વાત એ છે કે ઓસ્ટ્રેલિયન ક્રિક્રેટર્સ ઉપરાંત હોટલમાં ઇંગ્લેંડના ખેલાડીઓ પણ પાર્ટીમાં હાજર હતા.ટેસ્ટ સીરિઝ પતી ગયા પછી બનેં ટીમના ખેલાડીઓ સાથે બેસીને બીયર પી રહ્યા હતા. આ પાર્ટીમાં ઇંગ્લેંડની ક્રિક્રેટ ટીમના કેપ્ટન જો રૂટ, જેમ્સ એંડરસન સહિત અન્ય ખેલાડીઓ હાજર હતા. ઓસ્ટ્રેલિયાના માર્નસ લેબુશને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઉજવણીની તસ્વીરો પણ શેર કરી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by 7Cricket (@7cricket)

એક અહેવાલ મુજબ હોટલની બાલકનીમાં સવારે વાગ્યા સુધી મ્યૂઝિક પર પાર્ટી ચાલી રહી હતી, એવામાં કેટલાંક લોકોએ ફરિયાદ કરતા પોલીસ હોટલ પર પહોંચી ગઇ હતી. પોલીસે ખેલાડીઓને ઘોંઘાટ બંધ કરી દેવાની સુચના આપી હતી, જો કે કોઇ ખેલાડી સામે પગલાં લેવામાં આવ્યા નહોતા. પોલીસ ત્યાંથી ગઇ કે તરત પાર્ટી બંધ કરી દેવામાં આવી હતી.

છેલ્લાં કેટલાંક મહિના ઓસ્ટ્રેલિયન ટીમ માટે ઘણા સારા ગયા છે, પહેલા T-20 વર્લ્ડકપ પણ ઓસ્ટ્રેલિયાએ પોતાના નામે કરી દીધો હતો તે પછી હવે એશેઝ ટેસ્ટ સીરિઝ પણ જીતી લીધી હતી.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે જયારે T-20 વર્લ્ડકપ જીત્યો  ત્યારે જૂતામાં બીયર નાંખીને બીયર પીતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp