મિચેલ સ્ટાર્કની પત્ની એલિસાએ તોડી નાખ્યો ધોનીનો આ રેકોર્ડ

PC: images.thequint.com

તેમાં કોઈ શંકા નથી કે, મહેન્દ્ર સિંહ ધોની T20 અને વનડેનો બાદશાહ છે. વનડેથી લઈને T20 ઇન્ટરનેશનલ દરેક જગ્યાએ, ધોનીની ધૂમ છે. આ બંને ફોર્મેટમાં ધોનીના નામે ડઝનો રેકોર્ડ છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ ધોનીના રેકોર્ડ હવે તૂટવા લાગ્યા છે. ધોનીના T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધારે શિકાર કરવાનો રેકોર્ડ તૂટી ગયો છે. ખાસ વાત એ છે કે, આ રેકોર્ડને કોઈ પુરુષ વિકેટકીપરે તોડ્યો નથી, પરંતુ આ કારનામું એક મહિલા ક્રિકેટરે કર્યુ છે. અને તે છે ઓસ્ટ્રેલિયાના જાણીતા ફાસ્ટ બોલર, મિચેલ સ્ટાર્કની પત્ની એલિસા હિલી છે.

ઇન્ટરનેશનલ T20માં ધોનીએ કુલ 91 ખેલાડીઓનો શિકાર કર્યો છે, પરંતુ એલિસા હિલીએ ધોનીનો આ રેકોર્ડ બ્રિસબ્રેનના મેદાન પર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની મેચમાં તોડી દિધો છે. તેણે આ મેચમાં બે ખેલાડીઓનો શિકાર કર્યો હતો, પહેલી વિકેટ સ્ટમ્પિન્ગ અને બીજી વિકેટ કેચના રૂપે લીધી હતી. હવે એલિસાના T20 ઇન્ટરનેશનલમાં કુલ 92 શિકાર થઈ ગયા છે. તેણે 114 મેચોની 99 ઇનિંગમાં 50 સ્ટમ્પિન્ગ અને 42 કેચ પકડ્યા છે. જ્યારે ધોનીએ 98 મેચોમાં 97 ઇનિંગમાં 91 શિકાર કર્યા છે. જેમાં તેણે 34 સ્ટમ્પિન્ગ અને 57 કેચ પકડ્યા છે.

એલિસા હિલી આમ તો ઓસ્ટ્રેલિયાના મહાન વિકેટકીપર ઇયાન હિલીની ભત્રીજી અને મિચેલ સ્ટાર્કની પત્ની છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં એલિસાએ T20માં 148 રનોની ઇનિંગ રમીને વુમેન્સ ક્રિકેટનો સૌથી મોટો રેકોર્ડને તોડ્યો હતો. અત્યાર સુધી T20 ઇન્ટરનેશનલમાં તેણે 2,099 રન બનાવ્યા છે. જ્યારે તેણે 12 હાફ સેન્ચુરી પણ મારી છે. તે સિવાય હેલી વનડેમાં 3 સદી પણ લગાવી ચૂકી છે. આ વર્ષે T20 વર્લ્ડ કપની ફાઇનલમાં મેલબર્નના મેદાન પર એલિસાએ ભારત વિરુદ્ધ માત્ર 39 બોલમાં 75 રનોની શાનદાર ઇનિંગ રમી હતી. ભારતની T20 ટ્રોફી જીતવાની આશાઓ પર એલિસાએ જ પાણી ફેરવી દીધું હતું.

ઓસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટ ટીમ હાલના દિવસોમાં પોતાના ઘર આંગણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ T20 ઇન્ટરનેશનલ સીરિઝ રમી રહી છે. ત્રણ મેચોની સીરિઝની બીજી મેચમાં મેજબાન ટીમે જીત મેળવીને સીરિઝમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. 3 મેચોની સીરિઝની બીજી મેચમાં મેજબાન ટીમ જીત મેળવીને સીરિઝમાં 2-0થી આગળ છે. ઓસ્ટ્રેલિયાએ 16.4 ઓવરમાં 129/2 રન બનાવ્યા અને મેચ 8 વિકેટથી જીતી લીધી હતી. રવિવારે બ્રેસબેનના એલાન બોર્ડર ફિલ્ડ પર રમવામાં આવેલી મેચમાં ઓસ્ટ્રેલિયન વિકેટકીપર એલિસા હિલીના વર્લ્ડ રેકોર્ડના કારણે મેચ યાદગાર બની ગઈ હતી. તમને જણાવી દઈએ કે એલિસા હિલી ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કની પત્ની છે. બંનેના લગ્ન વર્ષ 2016માં થયા હતા. એલિસાને ક્રિકેટ વારસામાં જ મળી છે. તે ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર ઇયાન હિલીની ભત્રીજી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp