વર્લ્ડ કપની ભારત સામેની મેચ પહેલા જાણો શું બોલ્યો પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ

PC: sportskeeda.com

પાકિસ્તાન ક્રિકેટ ટીમ આ સમયે આવનારા T20 વર્લ્ડ કપની તૈયારીઓમાં લાગી ગઇ છે. બધા ખેલાડીઓ લાહોરમાં સતત પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા છે. UAE રવાના થવા પહેલા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે પોતાની ટીમના વિશ્વાસ અને ફોકસને લઇ અગત્યનું નિવેદન આપ્યું છે. સાથે જ ટીમ ઈન્ડિયાને હરાવવાની આશા વ્યક્ત કરતા ટૂર્નામેન્ટમાં આગળ વધવાને લઇ મોટી પ્રતિક્રિયા આપી છે.

ભારત અને પાકિસ્તાનની વચ્ચે 24 ઓક્ટોબરના રોજ મેચ રમાશે. જેની રાહ ક્રિકેટ પ્રેમીઓની સાથે સાથે ફેન્સ પણ જોઇ રહ્યા છે. બાબર આઝમે ટીમ ઈન્ડિયાને હરાવવા અંગે કહ્યું કે, વર્લ્ડ કપ જેવા મોટા ટૂર્નામેન્ટમાં જતા સમયે વિશ્વાસ સૌથી વધારે અગત્યનો છે. એક ટીમના રૂપમાં અમારો આત્મવિશ્વાસ અને મનોબળ બની રહ્યું છે. અમારું ધ્યાન પહેલી મેચમાં ભારતને હરાવીને લય હાંસલ કરવા અને તેને આગળ લઇ જવા પર છે.

જણાવીએ કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે T20 વર્લ્ડ કપ ઈતિહાસમાં પાંચ મેચ થઇ છે. જેમાં ભારતે બધી મેચો જીતી છે. બાબર આઝમનું ધ્યાન ભારતીય ટીમને હરાવીને ઈતિહાસ બદલવા પર પણ છે. ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને T20 વર્લ્ડ કપ 2007માં પહેલા લીગ સ્ટેજ અને પછી ફાઇનલ મેચમાં હરાવી ખિતાબ હાંસલ કર્યો હતો. ત્યાર પછી ભારતે પાકિસ્તાનને 2012, 2014 અને 2016ની T20 વર્લ્ડ કપની મેચોમાં માત આપી છે. 24 ઓક્ટોબરે થનારી મેચ બંને દેશો વચ્ચેની છઠ્ઠી મેચ રહેશે.

જાણ હોય તો, T20 વર્લ્ડ કપને લઇ ટીમ ઈન્ડિયાએ એક મોટો ફેરફાર કર્યો છે. ફોર્મમાં ચાલી રહેલા શાર્દુલ ઠાકુરને આવનારા વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે પહેલાથી સામેલ અક્ષર પટેલને  રિઝર્વ ખેલાડી તરીકે રાખવામાં આવ્યો છે.

T20 વર્લ્ડ કપ માટે ભારતની 15 સભ્યોની ટીમ

વિરાટ કોહલી,રોહિત શર્મા, કે એલ રાહુલ, સુર્યકુમાર યાદવ, રિષભ પંત, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા,રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, આર.અશ્વિન,શાર્દુલ ઠાકુર,વરુણ ચક્રવર્તી, જસપ્રિત બૂમરાહ, મોહમ્મદ શામી, ભુવનેશ્વર કુમાર

પાકિસ્તાનની ટીમ

બાબર આઝમ(કેપ્ટન), શાબાદ ખાન, આસિફ અલી, ફખર જમાન, હૈદર અલી, હારિસ રૌફ, હસન અલી, ઈમાદ વસીમ, મોહમ્મદ હફીઝ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ વસીમ, સરફરાઝ અહમદ, શાહીન શાહ અફ્રિદી, શોએબ મલિક.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp