બ્રાવોએ ચિત્તાની ઝડપે એવો તો શાનદાર કેચ પકડ્યો કે પ્રેશક બોલી ઉઠ્યા Wow...

PC: twitter.com/BBL

વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ ગત વર્ષે આતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધું હતું. 35 વર્ષીય બ્રાવો T-20 મેચોમાં, ખાસકરીને IPLમાં ખૂબ પ્રશંસા હાંસલ કરી છે. આ દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં BBL રમી રહેલા બ્રાવોએ એકવાર ફરીથી પોતાની શાનદાર ફિલ્ડીંગનો નજારો બતાવીને ફેન્સને ખુશ કરી નાંખ્યા છે. 

BBLમાં મેલબોર્ન સ્ટાર્સ તરફથી રમી રહેલા બ્રાવોએ શનિવારે એક શાનદાર કેચ પકડ્યો હતો. તેમણે બતાવી દીધું કે ભલે આતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લીધું હોય, પરંતુ તેમની ફિટનેસ હજી પણ અદ્વિતીય છે. BBLમાં મેલબોર્ન સ્ટાર્સ અને મેલબોર્ન રેનેગેડ્સ વચ્ચે યોજવામાં આવેલી મેચમાં બ્રાવોએ માર્કસ હૈરિસનો શાનદાર કેચ પકડ્યો હતો.

આ કેચ પકડીને બ્રાવોએ મેલબોર્ન સ્ટાર્સને શરૂઆતની સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે લિયામ પ્લંકેટ પ્રથમ ઇનિંગની ત્રીજી ઓવર કરી રહ્યો હતો, ત્યારે ઓવરની અંતિમ બોલને હૈરિસે મિડ ઓન ઉપરથી મારવાની કોશિષ કરી હતી, પરંતુ શોટની ટાઈમિંગ ખરાબ હોવાના કારણે બોલ હવા ઉછળી ગયો હતો. 

બ્રાવો ઝડપથી પાછળની તરફ દોડ્યો અને શાનદાર છલાંગ લગાવતા કેચ પકડી લીધો. IPLમાં ચેન્નાઈ તરફથી રમતા બ્રાવોએ આવા કેચ ઘણી વખત પકડ્યા છે, પરંતુ તેમના નિવૃત્તિ પછી અને તેમની ઉમરને જોઇને લોકો તેમના ફિટનેસના પણ ફેમ થઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp