BCCIએ COAને કરી વિનંતી, તપાસ દરમિયાન પંડ્યા-રાહુલને રમવા દો

PC: newsnation.in

BCCI અધ્યક્ષ સીકે ખન્નાએ શનિવારે પ્રશાસકોની સમિતિ (COA)થી હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પર વાંધાજનક ટિપ્પણીઓ માટે લગાડવામ આવેલા સસ્પેન્શનને હટાવવાનો આગ્રહ કર્યો અને આ વિવાદ પર વિશેષ બેઠક (SGM) બોલાવવાનો પણ ઇનકાર કર્યો છે. ખન્નાએ કહ્યું કે બોર્ડ અધિકારીઓને આ દિવસોમાં બંને ખેલાડીઓના વ્યવહારની તપાસ માટે લોકપાલ નિયુક્ત કરવા માટે SGMની માંગ જરૂરી નથી, કારણ કે સુપ્રીમ કોર્ટમાં આવનારા અઠવાડિયે સુનાવણી થવા જઈ રહી છે.

પંડ્યા અને રાહુલ એક ટીવી કાર્યક્રમ દરમિયાન વાંધાજનક ટિપ્પણીઓ માટે સસ્પેન્સન ભોગવી રહ્યા છે અને આ વિવાદ સુપ્રીમ કોર્ટમાં છે. ખન્નાએ BCCIએ ઓપરેટિંગ કરી રહેલા COAને પત્ર લખ્યો, 'તેમણે ભૂલ કરી છે અને તેમને પહેલાથી જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને ઓસ્ટ્રેલિયાથી પરત બોલાવી લેવામાં આવ્યા છે. તેમણે માફી પણ માંગી લીધી છે.

તેમણે કહ્યું, 'મારી સલાહ છે કે તપાસ લાંબી હવાથી અમે બંને ક્રિકેટરોને ભારતીય ટીમમાં સમાવેશ કરવા જોઈએ અને તેમને જલ્દી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટીમમાં જોડાવવાની પરવાનગી આપવી જોઈએ.' COA ઈચ્છે છે કે સુપ્રીમ કોર્ટ પંડ્યા અને રાહુલના ભાગ્યના નિર્ણય લેવા માટે લોકપાલની નિયુક્તિ કરવી જોઇશે કે નહીં.

તેઓ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સિરીઝમાં રમી શક્યા નહતા અને ન્યૂઝીલેન્ડ સિરીઝથી પણ બહાર રહેવું લગભગ નક્કી છે. આ બંનેને મહિલાઓ સાથે સંબંધ બનાવવા અને કાર્યક્રમમાં આ બાબતને લઈને મજાક કરવા પર ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp