26th January selfie contest
BazarBit

જો સુપ્રીમ સહમત થાય તો સૌરવ ગાંગુલી 2024 સુધી બની રહેશે BCCI ચીફ

PC: twimg.com

BCCIની વાર્ષિક સામાન્ય સભા રવિવારે મુંબઈમાં યોજાઇ હતી. જેમાં, લોઢા સમિતિની ભલામણોમાં ફેરફારોને મંજૂરી આપવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓની મુદત લંબાવી શકાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટમાં મોકલવામાં આવશે. જો તેને મંજૂરી મળી જાય તો BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીની મુદત લંબાવી શકાશે. સૌરવ ઓક્ટોબરમાં અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા અને તેમની 9 મહિનાની મુદત આવતા વર્ષે જુલાઈમાં સમાપ્ત થાય છે. દરખાસ્તને મંજૂરી મળ્યા બાદ તેમનો કાર્યકાળ 2024 સુધી લંબાવી શકાશે. BCCIના સચિવ જય શાહ ICCની ચીફ એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં બોર્ડનું પ્રતિનિધિત્વ કરી શકશે.

સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વીકૃત બંધારણ મુજબ, જો કોઈ અધિકારી BCCI અથવા રાજ્યોના બોર્ડમાં ત્રણ વર્ષના બે વર્ષ પૂર્ણ કરે છે, તો તેણે ત્રણ વર્ષ કૂલિંગ ઓફ પીરિયડમાં જઇ ફરજિયાત વિરામ લેવો પડશે. ગાંગુલી 5 વર્ષ 3 મહિના માટે બંગાળ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ રહ્યા છે. ઓક્ટોબરમાં, તેઓ BCCIના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. આ અર્થમાં, તેની પાસે ફક્ત 9 મહિના જ બાકી હતા.

એજીએમમાં લોઢા સમિતિની ભલામણોમાં સુધારો કરીને કુલિંગ પિરીયડ પૂરો કરવા અંગે ચર્ચા થઈ હતી. અધિકારીઓ ઈચ્છે છે કે આ બ્રેક બોર્ડ અને રાજ્ય બોર્ડના બે ટર્મ માટે અલગથી કરવામાં આવે. જો કે, કુલિંગ ઓફ પીરિયડ પર શું નિર્ણય લેવામાં આવ્યો હતો તે હજી સ્પષ્ટ નથી.

છેલ્લા 3 વર્ષમાં, ICCમાં BCCIની સ્થિતિ નોંધપાત્ર ઘટાડો થયો છે. બોર્ડ ઇચ્છે છે કે 70 વર્ષની વય મર્યાદાનો નિયમ લાગુ ન થાય. બોર્ડનું માનવું છે કે ICCમાં અનુભવી વ્યક્તિ BCCIનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્થિતિમાં BCCI વતી પૂર્વ અધ્યક્ષ એન શ્રીનિવાસનને ICCની બેઠકમાં ભાગ લેવા માટેનો માર્ગ સાફ થઈ શકે છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp