તો શું BCCI કોહલી એન્ડ કંપનીનો પગાર નહીં વધારે?

PC: dnaindia.com

BCCIને ચલાવનારી સુપ્રીમ કોર્ટે બનાવેલી સંચાલકોની કમિટી એટલે COAની મરજી વિરુદ્ધ જઈને વિશેષ મીટિંગ કરી રહેલા BCCIના અધિકારી ક્રિકેટરોની વધેલી સેલરી પર પણ ચર્ચા કરી શકે છે જેનો નિર્ણય COAએ આ અધિકારીઓની સલાહ લીધા વિના કર્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર 22 જૂને થનારી BCCIની SGMમાં કોહલી અને અન્ય ક્રિકેટરોની સેલરી વધારવાની બાબતે ચર્ચા થઈ શકે છે. COAએ થોડાં સમય પહેલાં ભારતીય ક્રિકેટરોના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરીને તેને ચાર કેટેગરીમાં વહેંચી દીધો હતો. A પ્લસ કેટેગરીવાળા 5 ખેલાડીઓને 7 કરોડ રૂપિયા, A કેટેગરીવાળા 7 ખેલાડીઓને 5 કરોડ રૂપિયા, B કેટેગરીવાળા 7 ખેલાડીઓને 3 કરોડ રૂપિયા અને C કેટેગરીવાળા ખેલાડીઓને 1 કરોડ રૂપિયા વાર્ષિક સેલરી આપવાનો પ્રસ્તાવ છે.

બોર્ડના અધિકારીઓને લાગે છે કે ખલાડીઓની સેલરીમાં આ વધારો વધુ પડતો છે અને ગેરવાજબી છે તેથી તેના પર ચર્ચા થવી જોઈએ.

એટલું જ નહીં, બોર્ડની એન્ટી કરપ્શન યુનિટના વડા અજિત સિંહની નિમણૂક પર પણ BCCI રોક લગાવી શકે છે. અજીત સિંહને હાલમાં જ COAએ નીરજ કુમારની જગ્યાએ ACUના નવા ચીફ નિયુક્ત કર્યા છે પરંતુ બોર્ડના આધિકારી આ નિર્ણયથી સહમત નથી લાગી રહ્યા. બોર્ડના બંધારણ મુજબ, આ પ્રકારની નિમણૂંક માટેની અનુમતિ બોર્ડની સામાન્ય સભામાંથી મળવી જરૂરી છે.

એવામાં હવે જોવું રહ્યું કે 22 જૂને થનારી મીટિંગમાં ખેલાડીઓની સેલરીમાં થયેલો વધારો અને અજીત સિંહની નિયુક્તિ પર BCCI શું પ્રસ્તાવ રજૂ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp