પિતા બનતા પહેલા કોહલી મેરી કોમ પાસે શીખી લેવા માગે છે આ કામ

PC: thgim.com

વિરાટ કોહલી આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં પિતા બનવાનો છે, પરંતુ તે પહેલા ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન ગેમ અને પિતાની જવાબદારીઓ વચ્ચે સંતુલન બનાવવા માટે 6વારની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર એમસી મેરી કોમ પાસેથી એક જ ખૂબ જ મહત્ત્વનું કામ શીખી લેવા માગે છે. ભારતીય કેપ્ટને કહ્યું કે, તે સ્ટાર બોક્સર અને ચાર બાળકોની માતા મેરી કોમ દ્વારા જણાવવામાં આવેલા રસ્તા પર ચાલવા માગે છે. કોહલી અને તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્માને ત્યાં આવતા વર્ષે જાન્યુઆરી મહિનામાં પહેલા બાળકનું આગમન થશે. કોહલીએ મેરી કોમને ઈન્સ્ટાગ્રામ ચેટમાં કહ્યું, મને નથી લાગતું કે માતા-પિતાની ભૂમિકા અને વ્યસ્ત કરિયરની વચ્ચે સંતુલન બનાવવા વિશે વાત કરવા માટે તમારા કરતા સારો બીજો કોઈ વિકલ્પ હોઈ શકે છે.

આ બંને વચ્ચે વાતચીત પહેલા છવારની વર્લ્ડ ચેમ્પિયન અને ઓલમ્પિક બ્રોન્ઝ મેડલિસ્ટ બોક્સરે કોહલી અને અનુષ્કાને શુભકામના પાઠવી હતી. કોહલીએ હજુ પણ રિંગમાં પોતાનો દબદબો બનાવી રાખવાની ઈચ્છા ધરાવતી 37 વર્ષીય મેરી કોમને પૂછ્યું, તમે એક માતા છો. તમે અભ્યાસ, આટલી બધી ચેમ્પિયનશિપમાં ભાગ લેવો, આ બધુ કઈ રીતે કર્યું. તમે આ બધા વચ્ચે સંતુલન કઈ રીતે બનાવ્યું. આ સવાલના જવાબમાં મેરી કોમે કહ્યું કે, પરિવારની સહાયતા વિના આ સંભવ નહોતું. તેમણે મને ખૂબ જ સહયોગ આપ્યો. હું જે ઈચ્છું છું તેમણે એ દરેક બાબતમાં મારું ધ્યાન રાખ્યું. તેઓ આદર્શ પતિ અને પિતા છે. આ ઉપરાંત, મારા બાળકો પણ કોઈનાથી કમ નથી.

કોહલીએ કહ્યું કે, મેરી કોમે જે રસ્તો બતાવ્યો છે, તેનું કોઈપણ માતા-પિતા અનુસરણ કરી શકે છે. ભારતીય કેપ્ટને કહ્યું, તમે દેશની મહિલાઓ જ નહીં પરંતુ દરેક વ્યક્તિ માટે આદર્શ છો. તમે તમામ વિપરિત પરિસ્થિતિઓ અને ઓછી સુવિધાઓ તેમજ અન્ય પડકારો છતા ગેમમાં આટલું બધું હાંસલ કર્યું. તેણે કહ્યું, તમે આગળ વધતા રહ્યા અને પોતાની રાહ સુગમ બનાવતા રહ્યા. આ બધુ એવુ છે, જે દરેકે દરેક વ્યક્તિ માટે પ્રેરણાદાયી છે. હું એ જ કહેવા માગુ છું કે, તમે અમારા બધા જ માટે પ્રેરણા છો. હું તમને આ સવાલ પૂછીને વાસ્તવમાં પોતાને જ સન્માનિત અનુભવુ છું. વિરાટ કોહલીએ કહ્યું, અમે માતા-પિતા બનવાના છીએ. તમે જે કંઈપણ કર્યું છે, તેનાથી અમે પ્રેરણા લઈએ છીએ. અમે તમારા જણાવેલા રસ્તા પર જ આગળ વધીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp