સતત હાર બાદ ધોનીને વધુ એક ઝટકો, આ સ્ટાર ખેલાડી થયો બહાર

PC: IPL

એક પછી એક હાર બાદ ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ગઇકાલે દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં હારી ગયા બાદ ચેન્નાઇને વધુ એક ફટકો પડ્યો છે. ચેન્નાઇ સુપર કિંગ્સના કોચ સ્ટીફન ફ્લેમિંગે કહ્યું હતું કે, ચેન્નાઇ સુપર કિંગ્સના ડેથ ઓવર સ્પેશિયાલિસ્ટ બોલર ડ્વેયન બ્રાવો ઇજાને કારણે થોડા દિવસો અથવા થોડા અઠવાડિયા સુધી ઇન્ડિયન પ્રીમિયર લીગથી બહાર રહેશે. ઉલ્લેખનીય છે કે, શનિવારે દિલ્હી કેપિટલ્સ સામે છેલ્લી ઓવર્સમાં બ્રાવો બોલિંગ નહોતો કરી શક્યો, જેને કારણે જાડેજાને છેલ્લી ઓવર આપવી પડી હતી અને જેમાં દિલ્હીનો વિજય થયો હતો.

ફ્લેમિંગે કહ્યું છે કે, એવું લાગે છે કે, બ્રાવોની જમણા ગ્રોઇનમાં ઇજા થઇ છે. આ એટલી ગંભીર ઇજા હતી કે, તે બીજીવાર બોલિંગ કરવા મેદાન પર આવી નહોતો શક્યો. તે નિરાશ છે કે, તે અંતિમ ઓવર નહોતો ફેંકી શક્યો. ફ્લેમિંગે કહ્યું હતું કે, બ્રાવોની ઇજાનું આંકલન કરવામાં આવશે. અત્યારે તમે માની શકો છો કે, તે થોડા દિવસ કે થોડા અઠવાડિયા સુધી બહાર થઇ ગયો છે. જાડેજાને ડેથ ઓવર્સમાં બોલિંગની યોજના અમે નહોતી બનાવી પણ બ્રાવો ઇજાગ્રસ્ત થતા અમારી પાસે કોઇ વિકલ્પ નહોતો.

ધોનીએ જણાવ્યું કેમ જાડેજાને છેલ્લી ઓવર આપવી પડી...

IPLની 13મી સિઝનની 34મી મેચમાં શિખર ધવને 58 બોલમાં 101 રને નોટઆઉટ થઈને એકલા હાથે દિલ્હી કેપિટલે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટથી હરાવી હતી. ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ મેચ પછી કહ્યું હતું કે, ડ્વેન બ્રાવો ઈજાગ્રસચસ્ત થવાને લીધે તેણે ગ્રાઉન્ડની બહાર જવું પડ્યું હતું અને તેના લીધે મેચની છેલ્લી ઓવર રવિન્દ્ર જાડેજા પાસે બોલિંગ કરાવી પડી હતી.

ધોનીએ કહ્યું હતું કે, બ્રાવો ફીટ નહોતો, તે મેદાનની બહાર ગયો અને પાછો આવ્યો નહીં. મારી પાસે જાડેજા અથવા કર્ણ શર્મા પાસે બોલિંગ કરાવવાનો ઓપ્શન હતો. જેથી મેં જાડેજાને પસંદ કર્યો. ધોનીએ કહ્યું, શિખરની વિકેટ ઘણી અહમ હતી, પરંતુ અમે ઘણી વખત તેનો કેચ મિસ કરી દીધો હતો. તેણે બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું અને તે દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ પણ ઘણી સારી હતી. બીજી ઈનિંગમાં વિકેટ પણ ઘણી આસાન હતી. 

છેલ્લી ઓવરમાં દિલ્હીને જીતવા માટે 17 રન જોઈતા હતા. પહેલી બોલ વાઈડ હતી, તેના પછી સ્ટ્રાઈક મળવા પર અક્ષર પટેલે જાડેજાને બીજી અને ત્રીજી બોલ પર સતત બે સિક્સ માર્યા પછી ચોથા બોલ પર બે રન લીધા હતા અને એક બોલ બાકી રહેતા તેમાં સિક્સ મારીને દિલહીને જીત અપાવી હતી. ધોનીએ એ પણ માન્યુ કે, મને લાગે છે કે પહેલી ઈનિંગના મુકાબલે બીજી ઈનિંગની વિકેટમાં બદલાવો આવી ગયા હતા. બીજી ઈનિંગમાં બેટ્સમેન માટે બેટિંગ કરવાનું સરળ થઈ ગયું હતું. ધવને ખરેખરમાં ઘણી સારી બેટિંગ કરી હતી અને બાકી ખેલાડીઓએ પણ તેને સારો સાથ આપ્યો હતો. કુલ મિલાવીને અમે ધવન પાસેથી મેચ જીતવાનો શ્રેય પાછો લઈ શકીએ નહીં. 

ધોનીએ આ અંગે કહ્યું પીચ આસાન હોવાને લીધે સ્થિતિ તેમના માટે મુશ્કેલીવાળી થઈ ગઈ હતી. પહેલા બેટિંગ કરવાવાળી ટીમના 10 રન ઓછા બન્યા, જ્યારે પછી બેટિંગ કરનારી ટીમ 10 રન વધારે બનાવ્યા હતા. ધવને ત્રણ વખત જીવનદાનનો ફાયદો મળતા શતક કરી હતી. તેને પહેલું જીવનદાન સાતમી ઓવરમાં જાડેજાની બોલ પર મળ્યું હતું, જ્યારે દીપક ચહરે કેચ છોડ્યો હતો.

તે પછી 10મી ઓવર અને 16મી ઓવરમાં શાર્દુલ ઠાકુરની બોલ પર કેચ છોડ્યો હતો. મેન ઓફ ધ મેચ ધવને કહ્યું હતું કે, IPLના 13 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર શતક મારવાની શાનદાર રહી. 13 વર્ષમાં પહેલી વખત મેં સદી ફટાકરી છે. જેનાથી હું ઘણો ખુશ છું. તેની સાથે અક્ષર પટેલે પણ જે રીતે ગઈકાલે બેટિંગ કરી હતી તેના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. જો કદાચ પહેલી જ વખતમાં ધવનની વિકેટ પડી ગઈ હોતે તો કદાચ કાલે ચેન્નાઈ સુપર કિંગ્સ સરળતાથી મેચ જીતી જતે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp