રોહિતને યુવીનો 6 સિક્સનો રેકોર્ડ બનાવવો હતો પણ 1 બોલમાં બદલ્યું મન

PC: tosshub.com

ભારત-બાંગ્લાદેશ વચ્ચે રાજકોટમાં રમાયેલી ટી-20 મેચ રસપ્રદ રહી હતી. ટીમ કેપ્ટન રોહિત શર્માની આ 100મી ટી-20 ઈન્ટરનેશનલ મેચ હતી.બીજી તરફ ભારતીય ટીમ માટે રાજકોટ મેચને લઈને કરો યા મરો જેવી સ્થિતિ હતી. જેમાંથી ટીમ ઈન્ડિયાએ સફળતા પૂર્વક વિજયકુચ શરૂ કરીને શ્રેણી સરભર કરી દીધી. જો ટીમ ઈન્ડિયા મેચ હારી જત તો શ્રેણી ગુમાવવાનો વારો આવત. આ ઉપરાંત બાંગ્લાદેશ સામે પહેલી સીરિઝ હારી ગયાનું કલંક પણ લાગી જાત. પણ સમગ્ર મેચમાં રોહિતના ત્રણ છગ્ગાની ચર્ચા દરેક મેચ વખતે થશે. જે સમગ્ર મેચનો ટર્નિગ પોઈન્ટ સાબિત થયો હતો.

કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાં 43 બોલમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારતા 85 રન મેળવ્યા હતા. જેથી ભારતે 15.4 ઓવરમાં બાગ્લાદેશે આપેલો 154 રનનો લક્ષ્યાંક પાર પાડી દીધી હતો. આ મેચ બાદ પોઈન્ટમાં બાંગ્લાદેશ અને ભારત બંને ટીમનો સ્કોર 1-1 થયો હતો. ટી-20 ક્રિકેટમાં ભૂતપૂર્વ ક્રિકેટર-ઓલરાઉન્ડર યુવરાજસિંહના નામે છ બોલમાં છ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ છે. યુવરાજસિંહે વર્ષ 2007માં ટી-20 વિશ્વકપમાં ઈગ્લેન્ડ સામેની મેચમાં સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં સતત છ બોલમાં છ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. રોહિત શર્માએ રાજકોટના મેદાન પર ટી-20 મેચમાં મોસાદેક હુસૈનની ઓવરમાં ત્રણ બોલમાં ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. ચોથા બોલમાં તે છગ્ગો મારવાનું ચૂકી ગયો અને એક રન લઈને સ્ટ્રાઈક બદલી નાંખી હતી.

આ અંગે એક કોન્ફરંસમાં વાત કરતા રોહિત શર્માએ જણાવ્યું હતું કે, મારો ઈરાદો છ બોલમાં છ છગ્ગા મારવાનો હતો. ત્રણ છગ્ગા બાદ મારો પ્રયત્ન છ બોલમાં છ સિક્સ મારવાનો હતો. ચોથા બોલે છગ્ગા મારવાનું ચૂકી ગયો. તેથી એક રન લેવાનો નિર્ણય કર્યો હતો. રાજકોટ બાદ ભારત-બાંગ્લાદેશની ત્રીજી મેચ નાગપુરના મેદાન પર રમાશે. ભારત અને બાંગ્લાદેશ બંને ટીમ પાસે સમગ્ર શ્રેણી જીતવાની સરખી તક છે. જોકે, રાજકોટમાં મેચ જીતી લીધા બાદ સમગ્ર ટીમે હોટેલમાં મોડે સુધી સેલિબ્રેશન કર્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp