ચહલે વીડિયો શેર કરી કહ્યું- ઘરમાં રહો બહાર ફ્રી મસાજના ડંડા ફરી રહ્યા છે

PC: twitter.com

ભારતીય લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલની 'ચહલ ટીવી' પર વાપસી થઈ ગઈ છે. BCCIએ 'ચહલ ટીવી'ના નવા એપિસોડની એક વીડિયો ક્લિપ તેના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર શેર કરી છે. આ વીડિયોમાં ચહલ પોતાનું ઘર બતાવી રહ્યો છે અને કહી રહ્યો છે કે, તે ક્યાં-ક્યાં સમય વીતાવી રહ્યો છે. આ સાથે જ ચહલે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે પોતપોતાના ઘરોમાં જ રહેવાની સલાહ આપી છે. ચહલ હંમેશાં જ તેના મજાકિયા અંદાજમાં ફેન્સને ઘરની બહાર ન નીકળવાનું કહી રહ્યો છે. કોરોના વાયરસના કારણે બધી ક્રિકેટ ટૂર્નામેન્ટ સ્થગિત કરી દેવામાં આવી છે અથવા તો રદ્દ કરી દેવામાં આવી છે. એવામાં બધા ક્રિકેટરો પણ પોતપોતાના ઘરોમાં છે પરંતુ, સોશિયલ મીડિયા દ્વારા તેઓ સતત તેમના ફેન્સ સાથે સંપર્કમાં રહે છે. તેના ભાગરૂપે જ ચહલે આ વખતે ઘરેથી જ 'ચહલ ટીવી'નો વીડિયો બનાવ્યો હતો.

આ વીડિયોની શરૂઆતમાં ચહલ જણાવે છે કે, 'લોકડાઉન દરમિયાન ઘરમાં તે કઈ રીતે સમય વીતાવે છે. ચહલે જણાવ્યું હતું કે, 'હું ઊંઘ છું, જમુ છું. સાથે જ પોતાના પરિવાર અને પાલતુ કુતરાઓ સાથે રમીને સમય વીતાવી રહ્યો છું.' ત્યારબાદ ચહલ ઘરની અંદર કેટલીક વસ્તુઓ બતાવે છે અને તેના પાલતુ કુતરાઓ સાથે મળાવે છે. ત્યારબાદ તેની મમ્મી અને બહેન સાથે મળાવે છે અને કહે છે કે, 'આજે પપ્પા થોડા બિઝી છે. 'ચહલ ટીવી'ના આ એપિસોડમાં પણ જોક્સ અને મજા છે. ચહલ તેના મજાકિયા અંદાજમાં લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપે છે. તેણે કહ્યું કે, 'આ ખુબ સીરિયસ મેટર છે એટલે તમારા ઘરમાં જ રહો. બહાર ન નિકળો, બહાર ફ્રી મસાજના દંડા તૈયાર છે. જો તમને ફ્રી મસાજ જોઈતો હોય છે તો તમે ઘરની બહાર નીકળી શકો છો. તમે ઘરમાં રહીને પોતાની અને બીજા લોકોની જિંદગી સુરક્ષિત રાખી શકો છો.'

તમને જણાવી દઈએ કે, ભારતમાં કોરોના વાયરસના દર્દીઓનો આંકડો 5 હજારને પાર થઈ ગયો છે. દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં કોરોના વાયરસના કારણે 124 લોકોના મોત થઈ ચુક્યા છે. છેલ્લાં 24 કલાકમાં 773 નવા કેસ સામે આવ્યા છે. સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5194 થઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp