ભારતીય ટીમમાં વાપસી બાદ ચેતેશ્વર પૂજારાનું નિવેદન- જો હું IPLમાં હોત તો...

PC: indiaaheadnews.com

ચેતેશ્વર પૂજારાએ પોતાના શાનદાર ફોર્મના બદલે ફરીથી ભારતીય ટીમમાં વાપસી કરી લીધી છે. ચેતેશ્વર પૂજારાને ઈંગ્લેન્ડ વિરુદ્ધ ફરીથી આયોજિત એક ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ચેતેશ્વર પૂજારા સતત ખરાબ પ્રદર્શનના કારણે શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાંથી ડ્રોપ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ કાઉન્ટી ક્રિકેટમાં શાનદાર રમત દેખાડીને તેણે ફરી એક વખત ભારતીય ટીમમાં વાપસી કરી લીધી છે. ખાસ વાત એ છે કે, ચેતેશ્વર પૂજારાને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના મેગા ઓક્શનમાં કોઈએ ખરીદ્યો નહોતો.

ત્યારબાદ તે પોતાની બેટિંગ સ્કિલમાં સુધાર લાવવા માટે કાઉન્ટી ક્રિકેટમાં રમવા જતો રહ્યો હતો. હવે ચેતેશ્વર પૂજારાએ ભારતીય ટીમમાં વાપસીને લઈને મોટી વાત કહી છે. ચેતેશ્વર પૂજારાએ એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા કહ્યું કે, જો કોઈ IPL ફ્રેન્ચાઇઝી મને ખરીદ્યો હોત તો ઘણી ઓછી સંભાવના હતી કે, મને ચાન્સ મળતો. હું માત્ર નેટ્સમાં પ્રેક્ટિસ કરીને પાછો ઘરે ફરી જતો. નેટમાં પ્રેક્ટિસ કરવા અને મેદાન પર મેચ દરમિયાન પ્રેક્ટિસ કરવામાં ખૂબ ફરક હોય છે. એવામાં મને કાઉન્ટી ક્રિકેટ રમવાની ઓફર આવી તો મેં તાત્કાલિક હા પાડી દીધી.

ચેતેશ્વર પૂજારાએ આગળ કહ્યું કે, હું ખૂબ પોઝિટિવ હતો, તેમાં કોઈ શંકા નથી. જે રીતે મેં કાઉન્ટી ક્રિકેટમાં રમત રમી, મને આશા હતી કે હું ભારતીય ટીમમાં વાપસી કરીશ, પરંતુ જ્યારે હું કાઉન્ટી ક્રિકેટ રમવા ગયો હતો તો ભારતીય ટીમમાં વાપસી મારા મગજમાં નહોતી. હું બસ પોતાની લય શોધવા માગતો હતો અને મને ખબર હતી કે એક મોટી ઇનિંગથી મને ટચ હાંસલ કરવામાં ખૂબ મદદ મળશે. જમણા હાથના બેટ્સમેન ચેતેશ્વર પૂજારા કાઉન્ટી ડિવિઝન 2 ચેમ્પિયનશિપમાં સસેક્સ માટે 5 મેચોમાં 120ની એવરેજથી 720 રન બનાવી ચૂક્યો છે.

આ દરમિયાન તેના બેટથી 4 સદી નીકળી, જેમાં બે તો બેવડી સદી હતી. એક મેચ દરમિયાન તે 170 રન પર નોટઆઉટ ફર્યો. ભારતને જુલાઈમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચોની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચમાં રમવાનું છે. નોંધનીય છે કે ગયા વર્ષે ઇંગ્લેન્ડના પ્રવાસે ભારતીય ટીમ કોરોના વાયરસના કેસોના કારણે છેલ્લી ટેસ્ટ મેચ રમી શકી નહોતી. 4 ટેસ્ટ મેચોની સીરિઝમાં ભારતીય ટીમ હાલમાં 2-1 આગળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp