કોલકાત્તા ટેસ્ટ પહેલા ચેતેશ્વર પૂજારાએ પિંક બોલને લઇને આપ્યું મોટું નિવેદન

PC: hindustantimes.com

ઈન્દોરના હોલકર મેદાન પર રમાયેલી બાંગ્લાદેશ સામેની મેચ ટીમ ઈન્ડિયાએ ઈનિગ્સ અને 130 રનથી જીતી લીધી હતી. હવે પછીની મેચ કોલકાતામાં રમાવાની છે જેમાં પ્રથમ વખત ગુલાબી બોલનો ઉપયોગ થવાનો છે. આ ઉપરાંત પ્રથમ વખત ટેસ્ટ મેચ પણ ડે-નાઈટ ફોર્મેટમાં રહેશે. ભારતીય ટીમે અત્યાર સુધી કોઈ ટેસ્ટમેટ ડે નાઈટમાં રમી નથી. કોલકાતાની ધરતી પર ભારતનો આ પ્રથમ ડે-નાઈટ મેચ છે. હાલમાં ભારતીય ટીમ ગુલાબી રંગના બોલથી પ્રેક્ટિસ કરી રહી છે. ગુલાબી બોલ બોટ્સમેન માટે સાંજના સમયે મુશ્કેલી ઊભી કરી શકે છે. ચેતેશ્વર પૂજારા સહિત દીલિપ ટ્રોફીમાં ગુલાબી બોલથી રમી ચૂકેલા અનેક ખેલાડીઓએ કહ્યું હતું કે, સાંજના સમયે ગુલાબી બોલનો ફોક્સ કરવો મુશ્કેલ છે.

આ પાછળનું કારણ એ છે કે, આકાશના લાલ રંગને કારણે બોલ નારંગી રંગનો જોવા મળશે. ટીમ ઈન્ડિયના અનેક ખેલાડી પોતાની કેરિયરમાં પ્રથમ વખત ગુલાબી બોલથી રમશે. જોકે, ચેતેશ્વર પુજારા, રિદ્ધિમાન સાહા, મહંમદ શમી, મયંક અગ્રવાલ, હનુમા વિહારી અને કુલદીપ યાદવ જેવા ખેલાડીઓ હોમ ક્રિકેટમાં ગુલાબી રંગથી જ રમેલા છે એટલે તેમને એક અનુભવ છે. ચેતેશ્વરે જણાવ્યું હતું કે, દિવસના સમયે લાઈટનો કોઈ પ્રોબ્લેમ નહીં નડે. પરંતુ, સાંજના સમયે લાલાશ પડતા આકાશમાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. એક બેટ્સમેન તરીકે મારો અનુભવ તો સારો રહ્યો છે. પણ બીજા ખેલાડીઓ કહે છે કે, લેગ સ્પીન બોલને સમજવો મુશ્કેલ છે. બોલરની આંગળીઓને ઓળખી નહીં શકાય. બંને ટીમ તા. 19 નવેમ્બરના રોજ કોલકાતા માટે રવાના થશે.

ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ BCCIનું અધ્યક્ષ પદ સંભાળ્યા બાદ ડે-નાઈટ ટેસ્ટ રમવાને લઈને વિરાટ કોહલીને મનાવ્યો હતો. ત્યાર બાદ BCBએ પણ આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો હતો. ગાંગુલીએ હંમેશા માટે પિંકને સમર્થન આપ્યું છે. જ્યારે વર્ષ 2016-17માં ટેકનિકલ સમિતિના સભ્ય હતા ત્યારે તેણે હોમ ક્રિકેટ ફોર્મેટમાં પણ પિંક બોલના ઉપયોગ માટે વાત કરી હતી. આ ઉપરાંત તેણે ડે-નાઈટ મેચની વાતને પણ સમર્થન આપ્યું હતું. ડે-નાઈટ ફોર્મેટના ક્રિકેટથી મેચમાં દર્શકોની સંખ્યામાં પણ વધારો થશે. કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમના ક્યુરેટર સુજન મુખર્જી એવું માને છે કે, આ મેદાન ભારત-બાંગ્લાદેશના પ્રથમ ડે નાઈટ ક્રિકેટ માટે એકદમ તૈયાર છે. મને વિશ્વાસ છે કે, બંને ટીમ વચ્ચે સારી એવી મેચ યોજાશે.

ગત અઠવાડિયે થયેલા વરસાદને કારણે કેટલોક ભાગ ખરાબ થઈ ગયો હતો. પરંતુ, પુરતો સમય હોવાને કારણે બધુ સારુ થયું. હવે અહીં વાતાવરણ સામાન્ય છે.પિંચ પણ સારી છે. પીંચ સારી રહે એ માટે હું પૂરતા પ્રયત્નો કરીશ. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યાર સુધીમાં કુલ 11 ડે-નાઈટ ક્રિકેટમેચ રમાઈ ચૂકી છે. સૌથી વધારે ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં કુલ 5 ડે-નાઈટ ટેસ્ટમેચ રમ્યા છે. ત્યાર બાદ પાકિસ્તાન, શ્રીલંકા અને ઈગ્લેન્ડે ત્રણ-ત્રણ મેચ રમી છે. જ્યારે ન્યૂઝીલેન્ડ-આફ્રિકાએ બે-બે મેચ અને ઝિમ્બાબ્વેએ એક મેચ રમી છે. પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ ક્રિકેટ મેચ ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ વચ્ચે 2015માં રમાવામાં આવી હતી. જેમાં ન્યૂઝીલેન્ડ ત્રણ વિકેટથી હારી ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp