બ્રેકિંગઃ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટની કેપ્ટનશીપ પણ છોડી, જુઓ શું બોલ્યો

PC: BCCI

સાઉથ આફ્રિકામાં થયેલી હાર બાદ વિરાટ કોહલીએ અચાનક જ ટેસ્ટ ક્રિકેટની પણ કેપ્ટનશીપ છોડી દેવાનો નિર્ણય કર્યો છે. કોહલીએ પોતાના ટ્વીટર પર આ અંગે માહિતી આપી હતી. તેણે કેપ્ટનશીપ છોડવા અંગે પોસ્ટ કરી હતી અને તેમાં તેણે ધોની, રવિ શાસ્ત્રી, ઈન્ડિયન ક્રિકેટ ટીમ અને BCCIનો આભાર માન્યો હતો.

વિરાટ કોહલીએ લખ્યું હતું કે, સતત સાત વર્ષથી સખત મહેનત અને દરરોજ ટીમને સાચી દિશામાં પહોંચાડવાની કોશિશ કરી. મેં મારું કામ સંપૂર્ણ ઈમાનદારીથી કર્યું અને કોઈપણ કસર છોડી નથી, પરંતુ દરેક સફરનો એક અંત હોય છે. મારા માટે ટેસ્ટની કપ્તાનીને ખત્મ કરવાનો આ યોગ્ય સમય છે. આ સફર દરમિયાન ઘણા ઉતાર-ચઢાવ આવ્યા, પરંતુ પ્રયાસ કરવાનો અને પોતાના પર વિશ્વાસ કરવાનું નથી છોડ્યું. મેં હંમેશાં મારું 120 ટકા આપવાની કોશિશ કરી છે. જો હું કંઈ ન કરી શકું તો હું સમજું છું કે એ મારા માટે યોગ્ય વસ્તુ ન હતી.

કોહલીએ લખ્યું હતું કે, તે તેના ફેસલા પર અડગ છે અને તે પોતાની ટીમને કોઈ ધોખો નથી આપી રહ્યો. હું BCCIનો આભાર માનવા માગું છે, જેણે મને લાંબા સમય સુધી દેશ માટે લીડ કરવાની તક આપી અને ખાસ કરીને મારા તમામ ટીમ મેટ્સનો પણ આભાર માનવા માગું છું, જેમને કારણે ક્યારેય અમે હાર નથી માની. તમે આ સફરને વધુ યાદગાર અને સુંદર બનાવ્યું છે. રવિભાઈ અને સપોર્ટ ગ્રુપનો પણ આભાર માનું છું, ટેસ્ટ ક્રિકેટમાં સતત ભારતને ઉપર લઈ ગયા. છેલ્લે હું એમ.એસ.ધોનીનો ખાસ આભાર માનવા માગું છું, જેણે મારામાં કેપ્ટન તરીકે વિશ્વાસ બતાવ્યો.

તમને જણાવી દઈએ કે કોહલી  પહેલા જ T20 કપ્તાની છોડી ચૂક્યો છે અને વન-ડે કપ્તાનશીપથી તેને છૂટો કરી દેવામાં આવ્યો હતો. હવે કોહલીએ ટીમ ઈન્ડિયા સાથે એક ખેલાડી તરીકે જ રમતો જોવા મળશે. કોહલી ભારતીય ટેસ્ટ ટીમનો સૌથી સફળ કેપ્ટન માનવામાં આવે છે. વિરાટ કોહલીએ 68 ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની કપ્તાની કરી છે, જેમાંથી 40 મેચમાં ભારતને જીત મળી છે અને 17 મેચમાં હાર મળી છે. કોહલીની આગેવાનીમાં ભારતે 11 મેચ ડ્રો કરાવી છે. સૌથી સફળ કેપ્ટનશીપમાં કોહલી બાદ ધોનીનો નંબર આવ્યો છે, જેની કપ્તાનીમાં ભારત 27 ટેસ્ટ મેચ જીતી છે અને સૌરવ ગાંગુલીની કપ્તાનીમાં ભારત 21 ટેસ્ટ જીત્યું છે.

સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝમાં હાર બાદ જાણો કોહલી શું બોલ્યો

ભારતીય ટીમે સેન્ચુરિયનમાં પહેલી ટેસ્ટ મેચ 113 રનથી જીતીને શાનદાર શરૂઆત કરી હતી પરંતુ જોહાનિસબર્ગમાં બીજી મેચ 7 વિકેટે હારી ગઈ હતી. દક્ષિણ આફ્રિકાએ ત્રીજી ટેસ્ટને પણ આ જ માર્જિનથી જીતીને ભારતીય ટીમના પહેલી વખત ટેસ્ટ સીરિઝ જીતવાના સપનાને તોડી દીધું. મેચ બાદ પોસ્ટ પ્રેઝન્ટેશન દરમિયાન વિરાટ કોહલીએ કહ્યું કે બેટિંગ ટીમની નબળી કડી સાબિત થઈ અને એ સિવાય તે કોઈ બીજી વસ્તુ પર ઠિકારો ફોડી નહીં શકાય.

વિરાટ કોહલીએ કહ્યું કે આ બેટિંગ જ હતી (જેના કારણે હાર્યા) એ સિવાય કોઈ અન્ય પહેલું પર સવાલ ઉઠાવી શકીએ નહીં. લોકો ફાસ્ટ બોલિંગ અને ઉછાળ બાબતે વાત કરે છે તેમની (દક્ષિણ આફ્રિકાના બોલર) લંબાઈ જોતા તેઓ 3 ટેસ્ટ મેચોમાં વિકેટથી વધારે મદદ મેળવવામાં સક્ષમ રહ્યા. મહત્ત્વપૂર્ણ ક્ષણોમાં એકાગ્રતાની અછતની કિંમત આપણને ચૂકવવી પડી. વિરોધી ટીમ એ ક્ષણોને પોતાના નામે કરવામાં સફળ રહી. દક્ષિણ આફ્રિકાના બોલર અમારા પર ઘણા સમય સુધી દબાવ બનાવી રાખવા અમને ભૂલ કરવા માટે મજબૂર કરવામાં સફળ રહ્યા.

તેણે આગળ કહ્યું કે તેઓ આ પરિસ્થિતિઓને સારી રીતે સમજે છે. ભારતીય ટીમ બીજી ઇનિંગમાં રિષભ પંતની સદી બાદ પણ 198 રન જ બનાવી શકી જેથી દક્ષિણ આફ્રિકાને વધારે લક્ષ્ય ન મળ્યું. બેટિંગમાં સુધાર કરવાની જરૂરિયાત છે. સીરિઝ દરમિયાન ઘણી વખત અમારા એક બેટ્સમેનના આઉટ થયા બાદ કેટલીક વિકેટ પડી. એ સારી વસ્તુ નથી. જાહેર છે કે તેનાથી ઘણો નિરાશ છું. અમને ખબર છે કે એક ટીમ તરીકે અમે કેટલી લાંબી મુસાફરી નક્કી કરી છે. 

લોકો એવી આશા રાખી રહ્યા હતા કે અમે દક્ષિણ આફ્રિકાને તેના ઘર આંગણે હરાવી શકીએ છીએ અને અમારી પાછલી સફળતાનોના પુરાવા છે. આ વખત અમે એવું કરી શક્યા નહીં અને આ જ હકીકત છે. તેને સ્વીકારીને વધુ સારા ક્રિકેટરો તરીકે વાપસી કરીશું. અમે આ સીરિઝનો શ્રેય દક્ષિણ આફ્રિકન ટીમને પણ આપવા માગીશું. આ બધા માટે શાનદાર ટેસ્ટ સીરિઝ રહી. આ સખત મહેનતવાળી સીરિઝ રહી. પહેલી મેચ શાનદાર રહી હતી પરંતુ દક્ષિણ આફ્રિકાએ આશ્ચર્યજનક રૂપે સારું પ્રદર્શન કર્યું. બંને ટેસ્ટમાં તેણે જીત મેળવી. તેઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં બોલથી સારું પ્રદર્શન કરવામાં સક્ષમ હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp