રોનાલ્ડોએ ઈન્સ્ટામાંથી કરી 18 કરોડની કમાણી, જાણો કોહલીને મળ્યા કેટલા રૂપિયા

PC: 365dm.com

લોકડાઉન દરમિયાન ઘણાબધા લોકોની નોકરીઓ ગઈ અને આવકમાં ઘટાડો આવ્યો. જ્યારે ખેલાડીઓ પર તેની કોઈ અસર ના પડી. આ દરમિયાન યુવેંટસના સ્ટાર સ્ટ્રાઈકર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એકલા ઈન્સ્ટાગ્રામમાંથી આશરે 18 કરોડ રૂપિયાની કમાણી કરી. તે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવેલી કમાણીના મામલામાં પહેલા સ્થાન પર છે. ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી આ મામલામાં છઠ્ઠા નંબર પર છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર ત્રણ સ્પોન્સર્ડ પોસ્ટ દ્વારા કુલ 3.6 કરોડ રૂપિયાની કમાણી કરી.

રિપોર્ટ અનુસાર, 12 માર્ચથી 14 માર્ચની વચ્ચે આ ખેલાડીઓની કમાણીને લઈને ઘણા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યા. તેમાં કોહલીની દરેક પોસ્ટથી સરેરાશ 126431 પાઉન્ડ (આશરે 1.2 કરોડ રૂપિયા)ની કમાણી થઈ. કોહલીના ઈન્સ્ટાગ્રામ પર 6.2 કરોડ ફોલોઅર્સ છે. તે ઈન્સ્ટાગ્રામ પર દેશમાં સૌથી વધુ ફોલો કરાતો વ્યક્તિ છે. ટોપ-10 ખેલાડીઓની યાદીમાં તે એકમાત્ર ભારતીય છે.

આ લિસ્ટમાં ટોપ પર રહેલા પોર્ટુગલના ફુટબોલર રોનાલ્ડોએ 1882336 પાઉન્ડ (આશરે 17.9 કરોડ રૂપિયા)ની કમાણી કરી. રોનાલ્ડોના ઈન્સ્ટાગ્રામ પર 22.2 કરોડ ફોલોઅર્સ છે. તે ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરાવાના મામલામાં દુનિયામાં પહેલા નંબર પર છે.

ખેલાડી

ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ (કરોડમાં)

એક પોસ્ટ દ્વારા કમાણી 

સ્પોન્સર્ડ પોસ્ટ

કુલ કમાણી (કરોડ રૂપિયામાં)

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

22.2

4.5 કરોડ

4

18

લિયોનલ મેસી

15.3

3.1 કરોડ

4

12.3

નેમાર જૂનિયર

13.9 

2.5 કરોડ

4

11.4 

શકીલ ઓ નીલ

1.7

34.65 લાખ

16

5.5

ડેવિડ બેકહમ

6.3

1.29 કરોડ

3

3.8 

વિરાટ કોહલી 

6.2

1.2 કરોડ

3

3.6

ઈન્સ્ટાગ્રામ દ્વારા કમાણીના મામલામાં રોનાલ્ડો બાદ બાર્સિલોનાનો સ્ટ્રાઈકર લિયોનલ મેસી આવે છે. મેસીએ 4 પોસ્ટ દ્વારા 1299373 પાઉન્ડ (આશરે 12.3 કરોડ રૂપિયા)ની કમાણી કરી. કમાણીના મામલામાં બ્રાઝિલિયન સ્ટાર જૂનિયર નેમાર ત્રીજા નંબર પર છે. તેને 4 પોસ્ટ માટે 1192211 પાઉન્ડ (આશરે 11.4 કરોડ રૂપિયા) મળ્યા.

NBA સ્ટાર શકીલ ઓ નીલ કમાણીના મામલામાં ટોપ-5 ખેલાડીઓમાં સામેલ છે. શકીલ ચોથા નંબર પર છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર 16 પોસ્ટ દ્વારા 583628 (આશરે 5.5 કરોડ રૂપિયા)ની કમાણી કરી. તેના ઈન્સ્ટાગ્રામ પર 1.7 કરોડ ફોલોઅર્સ છે. બેકહમ આ લિસ્ટમાં 5માં નંબર પર છે. તેણે લોકડાઉન દરમિયાન ઈન્સ્ટાગ્રામ દ્વારા 405359 પાઉન્ડ (આશરે 3.8 કરોડ રૂપિયા)ની કમાણી કરી છે.

ગત અઠવાડિયે ફોર્બ્સ મેગેઝીને દુનિયાના સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓનું લિસ્ટ જાહેર કર્યું હતું. તેમાં સ્વિત્ઝર્લેન્ડનો ટેનિસ સ્ટાર રોજર ફેડરરે ફુલબોલ સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનલ મેસીને પાછળ છોડી દીધા હતા. ફેડરર 106.3 મિલિયન ડૉલર (આશરે 802 કરોડ રૂપિયા)ની કમાણી સાથે ટોપ પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp