કાંગારુ દિગ્ગજને યાદ આવ્યા ધોની સાથેના જૂના દિવસો, શેર કર્યો ફોટો

PC: twitter.com

ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન ડેમિયન માર્ટિને દિગ્ગજ ભારતીય વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની સાથેનો એક જુનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. માર્ટિને આ ફોટામાં ધોનીને ચેમ્પિયન ગણાવ્યો છે. તેણે જણાવ્યું કે, ધોનીની સાથે તેનો આ ફોટો ઈંગ્લેન્ડમાં રમાયેલી એક ચેરિટી મેચ દરમિયાનનો છે.

માર્ટિને જોકે એ નથી જણાવ્યું કે, તેનો આ ફોટો ક્યારનો છે અને ચેરિટી મેચ ક્યારે રમાઈ હતી. માર્ટિને ટ્વીટર પર લખ્યું- જુની તસવીરોને ધ્યાનમાં રાખીને આ ભૂતકાળમાંથી લેવામાં આવ્યો છે.

ડેમિયન માર્ટિને મહેન્દ્ર સિંહ ધોનીના વખાણ કરતા લખ્યું- આ થોડાં વર્ષો પહેલા એક જ ટીમમાં મહાન વ્યક્તિ ધોનીને મળવાને અને તેની સાથે રમવાની તક હતી. બ્રિટનમાં ચેરિટી મેચ, ડેમિયન માર્ટિને ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ ટીમ માટે 67 ટેસ્ટ, 208 વનડે ઈન્ટરનેશનલ અને 4 T20 ઈન્ટરનેશલ મેચ રમી છે. માર્ટિને 2006માં સંન્યાસ લઈ લીધો હતો.

મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની છેલ્લે ઈન્ટરનેશનલ મેચ જુલાઈ 2019માં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વર્લ્ડ કપની સેમીફાયનલ રમી હતી, જેમાં તેના રન આઉટ થતા જ ટીમ ઈન્ડિયાની આશાઓ તૂટી ગઈ હતી. ત્યારબાદથી ધોની એક પણ મેચ રમ્યો નથી. તે IPLમાં ચેન્નાઈ સુપરકિંગ્સ તરફથી રમવાનો હતો, પરંતુ કોરોના વાયરસના કારણે IPLને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

જણાવી દઈએ કે, કોરોના વાયરસના કારણે તમામ પ્રકારના સ્પોર્ટ્સ ઈવેન્ટ સ્થગિત કરી દેવામાં આવ્યા છે. એવામાં તમામ ખેલાડીઓ ઘરમાં પોતાના પરિવારજનોની સાથે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે, પરંતુ સાથે જ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સની સાથે પણ જોડાયેલા રહે છે. ખેલાડીઓ સવાલ-જવાબ સેશન, મજેદાર વીડિયો, ફોટા અને જુના કિસ્સા સોશિયલ મીડિયા પર ફેન્સની સાથે શેર કરી રહ્યા છે. આ કડીમાં ડેમિયન માર્ટિને પણ ધોનીની સાથે એક ખૂબ જ જુનો ફોટો શેર કરી યાદોને તાજી કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp