ડીવિલિયર્સે સંન્યાસ લેવાનું અસલી કારણ જણાવ્યું

PC: wallpapers.ae

સાઉથ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન એબી ડીવિલિયર્સે બુધવારના રોજ અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. મિસ્ટર 360ના નામે ઓળખાતા ડીવિલિયર્સે ફક્ત સાઉથ આફ્રિકા નહીં, પરંતુ દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓને ઝટકો આપ્યો હતો. સંન્યાસની જાહેરાત સાથે જ ડીવિલિયર્સે આના કારણનો પણ ખુલાસો કર્યો હતો. તેણે એક વીડિયો મેસેજ દ્વારા સંન્યાસ લેવાના કારણ અંગે વાત કરી હતી.

IPLની 11મી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ તરફથી રમનારા ડીવિલિયર્સે સ્વદેશ પરત ફરીને એ મેદાન પરથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી, જ્યાંથી તેણે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે પોતાના સંન્યાસ લેવાનું કારણ અંગે જણાવ્યું હતું કે, તે હવે થાકી ચૂક્યો છે.

પોતાની ઓફિશિયલ એપ એબી17 પર ડીવિલિયર્સે સંન્યાસની જાહેરાત કરતા કહ્યું હતું કે, હેલો આ ટુક્સ ક્રિકેટ ક્લબ છે, જ્યાંથી મેં 14 વર્ષ પહેલા સાઉથ આફ્રિકા માટે રમવાની શરૂઆત કરી હતી અને તે સમયે હું નર્વસ હતો. આજે હું એ જ સમયે એ જ જગ્યાએ તમને બધાને એ જાણકારી આપવા માગું છું કે, હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંપૂર્ણ રીતે સંન્યાસ લેવા માગું છું. 114 ટેસ્ટ મેચ, 228 વન-ડે મેચ અને 78 T20 મેચ બાદ હવે હું નથી રમવા માંગતો, કારણ કે ઈમાનદારીથી કહું તો હવે હું થાકી ચૂક્યો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp