ધોની-જાડેજાએ પોતાની ટીમ બનાવી મેચ રમી, જુઓ ધોનીએ કેવી ફટકાબાજી કરી

PC: twitter.com/ChennaiIPL

કોરોના વાયરસે દુનિયાના દરેક ક્ષેત્રમાં પોતાને ડેરો નાંખ્યો છે અને પ્રભાવિત પણ કર્યા છે. તેમાં રમત જગત પણ કોરોનાથી પ્રભાવિત થયું છે. દુનિયાની સૌથી લાંબી T20 લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) કોરોનાના કારણે પ્રભાવિત થઈ હતી અને ત્યારબાદ તેને અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. હવે IPL ભારત બહાર UAEમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી રમાશે. IPL શરૂ થવામાં હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમ હાલના દિવસોમાં ખૂબ જ પ્રેક્ટિસ કરી રહી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનની શરૂઆત 19 સપ્ટેમ્બરથી થશે અને પહેલી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ડિફેન્ડિગ ચેમ્પિયન મુંબઇ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાશે.

CSKના પ્રેક્ટિસ સેશન દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની ખૂબ મસ્તી કરતો નજરે પડ્યો હતો. CSKના બધા ખેલાડીઓએ મળીને પ્રેક્ટિસ મેચ રમી. તેને લગતો એક વીડિયો ચેન્નાઈ સુપર કિંગ્સે શેર કર્યો છે. આ વીડિયોમાં ધોની વિકેટકીપિંગ ગ્લવ્ઝથી બોલને હિટ કરતો નજરે પડ્યો હતો. કર્ણ શર્મા તેની તરફ બોલ ફેંકી રહ્યો હતો અને તે કેચ કરવાની જગ્યાએ ધોની વિકેટકીપિંગ ગ્લવ્સથી બોલને મારતો નજરે પડ્યો હતો. આ વીડિયો જોઈને તમને પણ હસવું આવી જશે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે સ્ટીફન ફ્લેમિંગ અને માઈક હસ્સીની દેખરેખમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓ તૈયારીમાં લાગ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સે વર્ષ 2018માં ટ્રોફી પોતાના નામે કરી હતી, જ્યારે વર્ષ 2019માં ટીમ ઉપ-વિજેતા રહી હતી.

IPLની શરૂઆત પહેલા ધોની ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે. એવામાં તેની મેદાન પર વાપસીને લઈને ફેન્સ ઘણા ઉત્સાહીત છે. ધોનીએ જુલાઈ 2019 બાદ કોઈ ક્રિકેટ મેચ રમી નહોતી. પ્રેક્ટિસ મેચ દરમિયાન ધોની વિકેટકીપિંગ અને બેટિંગ કરતો નજરે પડ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓની વાત કરીએ તો, મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), અંબાતી રાયડું, એ.એમ. આસિફ, દિપક ચાહર, ડ્વેન બ્રાવો, ફેફ ડુ પ્લેસી, ઈમરાન તાહિર, નારાયણ જગદીશન, કર્ણ શર્મા, કેદાર જાધવ, લુંગી એનગિડી, મિશેલ સેન્ટનર, મોનૂ કુમાર, મુરલી વિજય, રવિન્દ્ર જાડેજા, ઋતુરાજ ગાયકવાડ, શેન વોટ્સન, શાર્દૂલ ઠાકુર, સેમ કરણ, પિયુષ ચાવલા, જોશ હેઝલવૂડ, આર. સાઈ કિશોર ટીમમાં સામેલ છે. તમને જણાવી દઈએ કે, ચેન્નાઈ સુપર કિંગ્સ, ઈન્ડિયન પ્રીમિયર લીગની બીજી સૌથી સફળ ટીમ છે. તે ત્રણવાર ટ્રોફી પોતાના નામે કરી ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp