જાણો કેટલી છે ગૌતમ ગંભીરની સંપત્તિ, શહીદોના બાળકોના ભણતરનો ઉઠાવે છે ખર્ચ

PC: redbull.com

ગૌતમ ગંભીરે મંગલવારે ક્રિકેટના બધા ફોર્મેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. તેણે ટ્વીટ કરીને આ વાતની જાહેરાત કરી હતી. ગંભીરે પોતાની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ 2016મા રાજકોટમાં રમી હતી. તેણે ઇંગ્લેન્ડ વિરુદ્ધ 9થી 13 નવેમ્બર સુધી રમાયેલી તે ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં 29 રન કર્યા હતા અને બીજી ઇનિંગમાં શૂન્ય રને આઉટ થઈ ગયો હતો. ગંભીરે ભારત તરફથી 58 ટેસ્ટ, 147 વન-ડે અને 37 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

ટેક્સટાઇલ બિઝનેસમેન છે ગૌતમના પિતા

ગૌતમ ગંભીરનો જન્મ 14 ઓક્ટોબર 1981ના દિવસે દિલ્હીના ટેક્સટાઇલ બિઝનેસમેન દીપક ગંભીરના ઘરે થયો હતો પરંતુ તે પોતાના પેરેન્ટ્સ સાથે નહીં પણ પોતાના નાના-નાની સાથે રહેતો હતો. ગૌતમ ગંભીરની એક બહેન પણ છે જેનું નામ એકતા છે. એકતા ગૌતમ ગંભીરથી 2 વર્ષ નાની છે.

ગૌતમ ગંભીર 10 સૌથી અમીર ક્રિકેટરોમાંથી એક છે

ગંભીરની સંપત્તિ વિષે વાત કરીએ તો ઇન્ટરનેટ પર મોજૂદ જાણકારી અનુસાર તેની પાસે 20 મિલિયન ડોલરની સંપત્તિ હે. ગૌતમ ગંભીરની ગણતરી ભારતના 10 સૌથી અમીર ક્રિકેટરોમાં થાય છે.

IPLમાં ચાલ્યો હતો ગંભીરનો સિક્કો

પ્રથમ IPL ઓક્શનમાં તેને દિલ્હી ડેરડેવિલ્સે 7 લાખ 25 હજાર અમેરિકન ડોલર વાર્ષિક ફીસ પર ખરીદ્યો હતો. આ ટુર્નામેન્ટમાં તે સૌથી વધુ રન બનાવનાર બીજો ક્રિકેટર હતો જેણે 14 મેચમાં 534 રન બનાવ્યા હતા. વર્ષ 2011મા થયેલા IPL ઓક્શન દરમિયાન ગંભીરની સૌથી વધુ માગ રહી હતી. KKRએ ગંભીરને 2.4 મિલિયન ડોલરમાં ખરીદ્યો હતો.

શહીદ બાળકોનો ઉઠાવે છે ખર્ચ

ગૌતમ ગંભીર પોતના ફાઉન્ડેશન મારફતે શહીદ બાળકો અને તેમના પરિવારજનોની મદદ કરતો રહે છે. ગંભીર ફાઉન્ડેશન મારફતે સુકમા નક્સલી હુમલામાં શહીદ થયેલા 25 CRPF જવાનોના બાળકોના ભણતરનો ખર્ચ ઉઠાવી રહ્યો છે. આ સાથે જ તે ઘણીવાર શહીદોના પરિવારને આર્થિક મદદ કરતો રહે છે.

કરોડપતિ બિઝનેસમેનની દીકરી છે ગંભીરની પત્ની

ગંભીર એક સંપન્ન પરિવારમાંથી છે અને તેની પત્ની પણ કરોડપતિ બિઝનેસમેનની દીકરી છે. બંનેએ પોતાનું બાળપણ સાથે જ વિતાવ્યું છે. લગ્ન પહેલા બંને સારા મિત્ર હતા. નતાશા અને ગૌતમના પરિવાર એકબીજાને ઘણા વર્ષોથી ઓળખે છે. 2011મા તેમના લગ્ન થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp