કોહલીએ જણાવ્યું કયા બે ખેલાડીઓ સાથે તેને બેટિંગ કરવી સૌથી વધારે પસંદ છે

PC: deccanherald.com

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું કે તેને કયા બે ખેલાડીઓ સાથે બેટિંગ કરવી સૌથી વધારે ગમે છે. કોહલીએ ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન કેવિન પીટરસનની સાથે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ ચેટ દરમિયાન આ વાત જણાવી હતી. કોહલીએ કહ્યું હતું કે, મને તેમની સાથે બેટિંગ કરવામાં મજા આવે છે જે મારી સાથે ઝડપથી રન લેવા માટે ભાગી શકે. આ સાથે જ કોહલીએ ભારતીય ક્રિકેટ ટીમને દુનિયાની સૌથી સારી ફીલ્ડિંગ કરનારી ટીમ જણાવી અને કહ્યું કે કઈ રીતે તે આ સંસ્કૃતિને ટીમમાં લઈને આવ્યો છે. આ બદલાવનું કેન્દ્ર હોવું મારા માટે નસીબની વાત છે. મેં જોયું છે કે અમારામાં શું ખામી છે અને દુનિયા શું કરી રહી છે તથા અમારે તેમાંથી શું હાંસલ કરવાની જરૂર છે. માટે હું ભાગ્યશાળી હતો કે મને તે ખેલાડીઓ સાથે રમવાની તક મળી.

બેંગલોરની ટીમ ત્રણવાર IPL ફાઈનલ રમી ચૂકી છે, પણ એકપણ વાર ચેમ્પિયન બની નથી. વિરાટ કોહલીનું આ અંગે માનવું છે કે, તેની ટીમ ટ્રોફી જીતવાને હકદાર છે. અમે ત્રણવાર ફાઈનલમાં પહોંચ્યા છે. પણ જીત્યા નથી. બેંગલોરમાં સ્ટાર ખેલાડીઓ વિશે ઘણી વાતો કરવામાં આવે છે અને તેથી લોકોની આશા વધી જાય છે. પણ તેનાથી પ્રેશર પણ વધે છે અને અમારે તેનો આનંદ માણવાની જરૂર હોય છે.

આ બે ખેલાડીઓ સાથે બેટિંગ કરવી ગમે છે કોહલીનેઃ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોની અને અબ્રાહમ ડીવિલિયર્સ, આ બે બેટ્સમેનો છે જેમની સાથે બેટિંગ કરવી ખૂબ ગમે છે. મને તેમની સાથે બેટિંગ કરવામાં મજા આવે છે જે મારી સાથે ઝડપથી રન લેવા માટે ભાગી શકે. કોહલીએ ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન કેવિન પીટરસનની સાથે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ ચેટ દરમિયાન આ વાત જણાવી હતી. કોહલી અને સાઉથ આફ્રીકાના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન ડીવિલિયર્સ IPLમાં રોયલ ચેલેન્જર બેંગલોર માટે રમે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp