બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુ વિશે આ વાતો તમે નહીં જાણતા હોવ

PC: merinews.com

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ ડેનમાર્ક ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા સિંગલના પ્રથમ રાઉન્ડમાં જ અમેરિકાની બીવન ઝાંગ સામે હારીને બહાર થઈ ગઈ હતી. સિલ્વર ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને રાતોરાત સ્ટાર બનેલી ભારતીય બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુ જેટલી સિમ્પલ દેખાય છે તેના વિચાર પણ તેટલા સિમ્પલ જ છે. દરમિયાન અમે તમને પીવી સિંધુ સાથે જોડાયેલી રસપ્રદ વાતો વિશે જણાવી રહ્યાં છીએ.

પીવી સિંધુ સાથે જોડાયેલી રસપ્રદ વાતો

પીવી સિંધુનું આખુ નામ પુસરલા વેંકટ સિંધુ છે. તેનો જન્મ 5 જુલાઈ, 1995મા હૈદરાબાદમાં થયો હતો. પુલેલા ગોપીચંદ તેના કોચ છે.

સ્પોર્ટ્સ સાથે જોડાયેલો રહ્યો છે પરિવાર

પીવી સિંધુના પરિવારમાં માતા-પિતાની સાથે મોટી બહેન પણ છે. સિંધુના માતા-પિતા પ્રોફેશનલ વોલીબોલ પ્લેયર રહી ચૂક્યા છે, જ્યારે સિંધુની મોટી બહેન હેન્ડબોલ પ્લેયર રહી ચૂકી છે. પીવી સિંધુના પિતાનું નામ પીવી રમણ છે અને માતાનું પી વિજ્યા છે. સિંધુના પિતાને વર્ષ 2000મા અર્જુન એવોર્ડથી સન્માનિત કરાયા હતા. તેઓ 1986મા સિયોલ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ટીમ ઈન્ડિયાના સભ્ય હતા. સિંધુની માતા ભારતીય રેલવેમાં જોબ કરતા હતા. સિંધુને ટાઈમ આપવા માટે તેમણે વોલેન્ટ્રી રિટાયરમેન્ટ લઈ લીધી. સિંધુની બહેન પીવી દિવ્યા નેશનલ સ્તરની હેન્ડબોલ પ્લેયર હતી પરંતુ ડૉક્ટર બનવા સ્પોર્ટ્સ કરિયર છોડી દીધું.

સિંધુએ વોલીબોલના બદલે બેડમિન્ટન સિલેક્ટ કર્યુ

સિંધુના માતા-પિતા ઇચ્છતા હતા કે પુત્રી પણ વોલીબોલ પ્લેયર બને. જોકે સિંધુએ વોલીબોલના સ્થાને બેડમિન્ટનને સિલેક્ટ કર્યું. સિંધુ 6 વર્ષની હતી ત્યારે પી. ગોપીચંદે ભારત માટે ઓલ ઈંગ્લેન્ડ બેડમિંટન ચેમ્પિયનશિપ જીતી હતી. આ ઘટનાથી પ્રેરિત થઈ સિંધુએ બેડમિન્ટન પ્લેયર બનવાનો નિર્ણય લીધો. સિંધુએ 8 વર્ષની વયે બેડમિન્ટનની ટ્રેનિંગ શરૂ કરી દીધી. તેના પ્રથમ કોચ મેહબૂબ અલી હતા. જોકે સિકંદરાબાદમાં ઇન્ડિયન રેલવે સિગ્નલ એન્જિનિયર હતા અને બેડમિન્ટનની ટ્રેનિંગ આપતા હતા. અમુક વર્ષ બાદ સિંધુએ પુલેલા ગોપીચંદની બેડમિન્ટન એકેડમી જોઈન કરી અને ભણતરની સાથે-સાથે બેડમિન્ટનમાં પણ સફળતા મેળવવા લાગી. સિંધુએ અંડર-10 એજ ગ્રુપમાં રહીને ઘણા ટાઈટલ્સ મેળવ્યા હતા. વધતી વય સાથે તે બેડમિન્ટનમાં વધુ સફળતા મેળવવા લાગી.

સિંધુ દરરોજ 56 કિમી દૂર પ્રેક્ટિસ કરવા જાય છે

પીવી સિંધુના ઘર અને બેડમિન્ટન એકેડમી વચ્ચે 56 કિમીનું અંતર છે પરંતુ તે દરરોજ પોતાના નિર્ધારિત સમય પર એકેડમી પહોંચી જાય છે, તેની અંદર રમતને લઈ એક અનોખી દીવાનગી છે. સિંધુને પદ્મશ્રી અને શાનદાર બેડમિન્ટન રમત માટે અર્જૂન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. રિયો ઓલિમ્પિકની મહિલા સિંગલ્સ બેડમિન્ટન મુકાબલામાં પીવી સિંધુ સિલ્વર મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા બેડમિન્ટન ખેલાડી બની હતી. આ પહેલા ભારતનું કોઈ પણ બેડમિન્ટન ખેલાડી આ મુકામ સુધી પહોંચી શક્યુ નહતું. ગત ત્રણ વર્ષથી સિંધુ સવારે 4:15 વાગ્યે ઊઠીને બેડમિન્ટનની પ્રેક્ટિસ શરૂ કરતી હતી. પીવી સિંધુએ બેડમિન્ટનની શરૂઆતની ટ્રેનિંગ સિકંદરાબાદમાં મહેબૂબ અલી પાસે અને પછી પુલેલા ગોપીચંદની એકેડમી જોઈન કરી હતી. પીવી સિંધુએ આઠ વર્ષની ઉંમરમાં બેડમિન્ટન રમવાનું શરૂ કરી દીધુ હતું. સિંધુને મહેશબાબૂ અને ટોલિવૂડમાં પ્રભાસ પસંદ છે જ્યારે બોલિવૂડમાં તે રિતિક રોશનને પસંદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp