કોહલીને મળવા પ્રોટોકોલ તોડીને ફેન પહોંચ્યો ગ્રાઉન્ડ પર, જાણો કોહલીએ શું કર્યું

PC: twitter.com

કોરોના મહામારીને કારણે દુનિયાભરમાં વિવિધ રમતોનું આયોજન બાયો બબલમાં કરવામાં આવી રહ્યું છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગઈકાલે શરૂ થયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં પણ આ વસ્તુનું ઘણું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પરંતુ અમદાવાદ ટેસ્ટ મેચના પહેલા જ દિવસે એક ફેને વિરાટ કોહલીને મળવા માટે સુરક્ષાના આ બાયો બબલને તોડીને ગ્રાઉન્ડ પર પહોંચી ગયો હતો.

સોશિયલ મીડિયા પર આ ફેનના વિરાટ કોહલીને મળવાનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક ભારતીય ફેન સિક્યોરિટીને તોડીને મેદાન પર વિરાટ કોહલીને મળવાની કોશિશ કરે છે. ફેનને પોતાની તરફ આવતા જોઈ કોહલી તેનાથી દૂર જતો રહે છે. સાથે જ તે ફેનને પણ દૂર જવા માટે કહે છે. જેના પછી તે ફેન પાછો સ્ટેન્ડ્સમાં પહોંચી જાય છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની ક્ષમતા 1,32,000 પ્રેક્ષકોને બેસાડવાની છે. પરંતુ કોરોના મહામારીને લીધે આ ડે-નાઈટ મેચમાં માત્ર પચાસ ટકા દર્શકોને જ આવવાની પરવાનગી આપવામાં આવી છે.

ટેસ્ટ મેચના પહેલા દિવસે લગભગ 40,000 જેટલા દર્શકોએ આ ભવ્ય ક્રિકેટ સ્ટેડિયમમાં ટેસ્ટના પહેલા દિવસની મજા માણી હતી. મેચના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાએ પોતાનો જલવો દેખાડતા ઈંગ્લેન્ડની ટીમને માત્ર 112 રન પર ઓલાઉટ કરી નાખી હતી, જેમાં ભારતીય સ્પીનર અક્ષર પટેલે છ વિકેટો અને બીજી ટેસ્ટ ટીમના સ્ટાર રહેલા રવિચંદ્રન અશ્વિને ચાર વિકેટો લઈને પહેલા જ દિવસે ઈંગ્લેન્ડની ટીમને પેવેલિયન ભેગી કરી મૂકી હતી.

જ્યારે આ ત્રીજી ટેસ્ટ મેચના પહેલા દિવસના રમતની સમાપ્તિ સુધીમાં ભારતે બેટિંગ કરીને 99 રન બનાવીને પોતાની 3 વિકેટો ગુમાવી દીધી છે. ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડની ટીમથી હવે માત્ર 13 રન પાછળ છે. રોહિત શર્મા 57 અને અજિંક્ય રહાણે 1 રન બનાવીન ક્રિઝ પર છે. કેપ્ટન વિરાટ કોહલી પહેલા દિવસની છેલ્લી ઓવરમાં આઉટ થઈ ગયો હતો. ચાર ટેસ્ટ મેચની સીરિઝમાં હાલમાં બંને ટીમ 1-1ની બરાબરી પર છે. ગઈકાલે શરૂ થયેલી આ ટેસ્ટ મેચ સિવાય ટેસ્ટ સીરિઝની છેલ્લી ટેસ્ટ મેચ પણ આ જ ગ્રાઉન્ડમાં રમાવાની છે, તે સિવાય પાંચ મેચની ટી20 સીરિઝ પણ આજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp