કતાર ફુટબોલ વર્લ્ડ કપમાં ફેન્સની મજબૂરી, દારૂ-સેક્સ અને પ્રાર્થના પર પણ પ્રતિબંધ

PC: twitter.com

કતારમાં આયોજિત ફુટબોલ વર્લ્ડ કપ ચર્ચામાં છે. આ ટૂર્નામેન્ટ દરમિયાન માહોલ આંતરરાષ્ટ્રીય ઉત્સવ જેવો હોય છે. ફુટબોલ વર્લ્ડ કપ દરમિયાન સ્ટેડિયમમાં પ્રશંસકો માટે ઉત્સવ મનાવવા માટે દારૂ એક મોટી ભૂમિકા નિભાવે છે. એટલું જ નહીં, ગેમનો આનંદ ઉઠાવવા માટે બાર પણ વહેલા ખૂલે છે અને મોડી રાત સુધી ખુલ્લા રહે છે. પરંતુ, મુસ્લિમ રાષ્ટ્ર કતારમાં આયોજિત આ ટૂર્નામેન્ટમાં દર્શકો માટે ઘણા પ્રતિબંધો છે. ટૂર્નામેન્ટની પહેલી મેચના બરાબર બે દિવસ પહેલા અધિકારીઓએ આશ્ચર્યજનક જાહેરાત કરતા કહ્યું હતું કે, પ્રશંસકોને દેશના આઠ વર્લ્ડ કપ સ્ટેડિયમોમાં બીયર પીવાની પરવાનગી આપવામાં નહીં આવશે. તમને જણાવી દઈએ કે, કતારમાં દારૂને કડકાઈપૂર્વક નિયંત્રિત કરવામાં આવે છે.

FIFAએ 2014ના વર્લ્ડ કપની મેજબાની પહેલા સ્ટેડિયમોમાં દારૂના વેચાણની પરવાનગી આપવા માટે બ્રાઝિલ પર કાયદાઓને બદલવા માટે સફળતાપૂર્વક દબાણ કર્યું હતું. સ્થાનિક સરકારે તે પ્રતિબંધને હટાવી દીધા હતા જે સ્ટેડિયમમાં હિંસાના કારણે લાગૂ કરવામાં આવ્યા હતા. 2012માં FIFAના તત્કાલિન મહાસચિવ જેરોમ વાલ્કેએ કહ્યું, દારૂ FIFA વર્લ્ડ કપનો હિસ્સો છે, આથી અમે તેને સામેલ કરી રહ્યા છીએ. પરંતુ, કતારમાં પ્રશંસકોને મેચ દરમિયાન દારૂ પીવાની પરવાનગી નહીં હશે. માત્ર સ્ટેડિયમોના હાઈ-એન્ડ લક્ઝુરિયસ સુઈટ્સમાં દર્શકોને દારૂ પીવાની પરવાનગી હશે. જોકે, સ્ટેડિયમની બહાર પ્રશંસક હજુ પણ વર્લ્ડ કપને લઈને તૈયાર વિશેષ સભા સ્થળો પર અથવા વિશેષરીતે લાયસન્સ પ્રાપ્ત રેસ્ટોરાં, બાર અને દેશભની હોટેલોમાં દારૂ પી શકે છે.

જણાવી દઈએ કે, સામાન્યરીતે કતારમાં સાર્વજનિકરીતે દારૂ પીવાની મનાઇ છે. લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ અનુસાર, આ એક એવો અપરાધ છે જેમા છ મહિના સુધીની જેલ અને 800 ડૉલર કરતા વધુનો દંડ થઈ શકે છે. એજન્સીએ કહ્યું કે, દેશમાં દારૂની તસ્કરી કરનારાઓને ત્રણ વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

ઈસ્લામ કતારનો આધિકારીક ધર્મ છે. કોઈને પણ ઈસ્લામની ટીકા કરવાની પરવાનગી નથી હોતી. આવુ કરનારાઓ પર આપરાધિક કેસ ચલાવવામાં આવી શકે છે. કતારના વિદેશ વિભાગે વર્લ્ડ કપ આગંતુકો માટે તૈયાર એક ફેક્ટશીટમાં તેની જાણકારી આપી છે. એટલું જ નહીં, જો તમે કોઈ બીજા ધર્મમાં માનતા હો તો તમે તેમના અનુસાર ખુલ્લામાં પ્રાર્થના પણ ના કરી શકો. અમેરિકી એજન્સીના જણાવ્યા અનુસાર, કતાર દોહાના ધાર્મિક પરિસર જેવા નિર્દિષ્ટ ક્ષેત્રોમાં કેટલાક ગેર-મુસ્લિમ ધાર્મિક પ્રથાઓની પરવાનગી આપે છે, પરંતુ તમામ ધર્મોને સમાનરીતે સમાયોજિત નથી કરવામાં આવતા.

વિદેશ વિભાગે કતારના કાયદાઓ વિશે એક વીડિયોમાં કહ્યું કે, દારૂ અને પોર્નોગ્રાફી પર પ્રતિબંધો ઉપરાંત પ્રવાસી ડુક્કરના માંસમાંથી બનેલા ઉત્પાદનો પણ ના લાવી શકે. જો તમે કતારની સરકાર વિરુદ્ધ ટીકાત્મક ભાષણ આપો તો તમારી ધરપકડ કરવામાં આવી શકે છે. આ પ્રતિબંધ સોશિયલ મીડિયામાં પણ લાગૂ થશે.

વિદેશ વિભાગ અનુસાર, કતારમાં સમલૈંગિકતાને અપરાધની શ્રેણીમાં મુકવામાં આવ્યું છે. આ ઉપરાંત, લગ્ન બહાર યૌન સંબંધ રાખનારા કોઈ વ્યક્તિને છ મહિનાથી લઈને સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ અનુસાર, સાર્વજનિક ભ્રષ્ટાચારમાં ત્રણ વર્ષની જેલ પણ થઈ શકે છે. વિદેશ વિભાગે કહ્યું કે, જો કોઈ ગર્ભવતી પ્રશંસક વર્લ્ડ કપ માટે કતાર આવે તો તેમણે લગ્નનું પ્રમાણપત્ર બતાવવા માટે તૈયાર રહેવુ જોઈએ. કતારમાં ફૂટબોલ મેચ દરમિયાન તમે ગરમી લાગવા પર શરીરના વધુ હિસ્સાને સાર્વજનિક ના કરી શકો. સરકારે એવુ પણ નક્કી કર્યું છે કે, તમે કેટલી ત્વચા બતાવી શકો છો. પુરુષો અને મહિલાઓએ બંનેએ ખભા, છાતી, પેટ અને ઘૂંટણને ઢાંકવા પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp