ડીવિલિયર્સના ફેન્સ થયા ભાવુક, જાણો કેવી પ્રતિકિયા આપી તેના રિટાયરમેન્ટ પર

PC: sport360.com

આધુનિક ક્રિકેટમાં 'શોટ્સના શોધક' મનાતા દક્ષિણ આફ્રિકાના ખેલાડી અબ્રાહમ ડીવિલિયર્સે બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈને પોતાના ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. 'સુપરમેન', 'મિસ્ટર કુલ' અને 'મિસ્ટર 360 ડીગ્રી' જેવા નામથી ઓળખાતા ડીવિલિયર્સ એ ખેલાડીઓમાંથી એક છે જેનું સન્માન માત્ર તેના દેશના ખેલાડી અને ચાહકો જ નહીં પરંતુ આખી દુનિયાના ચાહકો અને ટીમો તેની રમતની સરાહના કરે છે.

પ્રિટોરિયાથી 17 ડિસેમ્બર, 2004થી ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરનો પ્રારંભ કરનાર ડીવિલિયર્સે આ જ મેદાન પરથી એક વીડિયો પબ્લીશ કર્યો હતો જે ભાવનાત્મક પણ હતો અને ચોંકાવનારો પણ હતો. ડીવિલિયર્સે પોતાના વીડિયો સંદેશમાં કહ્યું કે નવા લોકોને મોકો મળી શકે તેથી તે અલવિદા કહી રહ્યો છે. સાથે જ તેણે કહ્યું કે આ નિર્ણય મારા માટે ખૂબ કઠિન છે.

તેની રિટાયરમેન્ટ લેવાની જાહેરાત થવાની સાથે જ દુનિયાભરના તેના ફેન્સના રિએક્શન આવવાના શરુ થઈ ગયા હતા. આવું પ્રથમ વખત બન્યું છે કે કોઈ વિદેશી ખેલાડીએ રિટાયરમેન્ટની જાહેરાત કરી હોય અને ભારતીય ફેન્સ તેના સપોર્ટમાં આવ્યા હોય. ટ્વીટર પર બીજા દિવસે પણ ડીવિલિયર્સ ટ્રેન્ડ કરી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp