ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અજીત વાડેકરનું નિધન

PC: cinebuster.in

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અજીત વાડેકરનું 77 વર્ષની વયે બુધવારના રોજ નિધન થયું હતું. તેમણે મુંબઈના જસલોકમાં અંતિમ શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, અજીત વાડેકરની ગણતરી ભારતીય ક્રિકેટ ટીમના શ્રેષ્ઠ કેપ્ટનોમાં થાય છે. વાડેકર ઘણા સમયથી બીમાર હતા. તેઓ 1966થી 1974 સુધી ક્રિકેટ રમ્યા હતા. તેમણે 1958મા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની શરૂઆત કરી હતી.

અજીત વાડેકરે ભારત માટે 37 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેમણે 2113 રન બનાવ્યા હતા. વાડેકરે 237 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 15380 રન બનાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp