જુઓ પાકિસ્તાનીએ એવું શું કહ્યું કે જાફરે આ ફોટો શેર કરવો પડ્યો

PC: google.com

ટ્વીટ કરતા પાકિસ્તાનના રહેવાસી અરસદે કહ્યું હતું કે ભારતને 50 ઓવરની બોલિંગ કરવામાં 4 કલાકથી વધારે સમય લાગ્યો. વર્લ્ડ કપ સુપર લીગમાં દરેક શોર્ટ ઓવર માટે એક પોઈન્ટ કાપવામાં આવે છે. અરસદના ટ્વીટને વસીમ જાફરે રિ-ટ્વીટ કરતા જણાવ્યું કે ભારત પર તેનો કોઈ પ્રભાવ પડવાનો નથી, કેમકે વર્ષ 2023 વર્લ્ડ કપમાં ભારત મેજબાન હોવાના કારણે પહેલાથી જ વર્લ્ડકપ માટે ક્વોલિફાય કરી ચૂક્યું છે.

ભારતમાં વર્ષ 2023માં થનારા વન-ડે વર્લ્ડ કપ માટે ક્વોલિફિકેશન ટુર્નામેન્ટ શરૂ થઈ ચૂકી છે. નવા નિયમ હેઠળ ICCએ વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરવા માટે વર્લ્ડ સુપર લીગની શરૂઆત કરી છે. તેમાં 2020-2022 સુધી 13 ટીમો ભાગ લેશે, જેમની વચ્ચે 24 મેચ રમાશે.

તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પહેલી વન-ડે પણ એ હેઠળ જ રમાઈ હતી. તેમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવવા સાથે જ 10 પોઈન્ટ પણ મેળવી લીધા છે, તો ભારતને એક પણ પોઈન્ટ મળ્યો નથી અને સ્લો ઓવર રેટના કારણે તેને પોઈન્ટમાં નુક્સાન પણ થયું છે. નોંધનીય છે કે ICCના નિયમ હેઠળ જે દેશમાં વર્લ્ડ કપનું આયોજન થશે, ત્યાંની ટીમ ઓટોમેટિક ક્વોલિફાય કરી જાય છે. એવામાં આગલો વન-ડે વર્લ્ડ કપ વર્ષ 2023મા ભારતમાં થવાનો છે અને તેથી ભારતની જગ્યા પહેલેથી જ પાક્કી છે.

ભારત સિવાય આ લીગમાં ટોચની 7 ટીમો વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ જશે, પરંતુ એ સિવાય બાકીની જગ્યાઓ માટે નીચેની 5 ટીમો વચ્ચે વધુ એક ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ રમાશે.

વસીમ જાફરે અરસદના ટ્વીટ પર રિ-ટ્વીટ કરીને કટાક્ષ સાથે મીમ પોસ્ટ કરતાં જવાબ આપ્યો કે ભારતીય ટીમને ICCના નિયમથી કોઈ ફરક પડવાનો નથી. નોંધનીય છે કે ICC વર્લ્ડ કપ ભારતમાં થવાનો છે અને મેજબાન દેશ હોવાના કારણે ભારત ઓટોમેટિક ક્વીલિફાય કરી જાય છે. તો ભારતીય ટીમના પોઈન્ટ કપાવાથી કોઈ અસર નહીં પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp