26th January selfie contest

સટ્ટા કંપનીને લઈ મુશ્કેલીમાં મુકાયો KKRનો પૂર્વ ખેલાડી, બોર્ડે કહી તપાસની વાત

PC: cricketaddictor.com

ક્રિકેટ અને સટ્ટેબાજીનો સંબંધ ખૂબ જ જૂનો રહ્યો છે. અવાર-નવાર દેશ દુનિયાના ઘણા ખેલાડીઓ પર સટ્ટાબાજીના આરોપો લાગ્યા છે અને ઘણા ખેલાડીઓને આરોપ પૂરવાર થતા તેની સજા પણ મળી છે. હવે, બાંગ્લાદેશનો સીનિયર અને સ્ટાર ક્રિકેટર શાકિબ અલ હસન ફરી એકવાર વિવાદોમાં ઘેરાયો છે. આ વખતે તેણે સટ્ટેબાજી કંપનીના સમર્થનમાં એક સોશિયલ મીડિયા પોસ્ટ કરવું મોંઘુ પડ્યું છે. આ મામલા પર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સટ્ટેબાજી કંપનીના સમર્થનમાં કરવામાં આવેલી હાલની સોશિયલ મીડિયા પોસ્ટની તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ 2019માં ભારતીય સટ્ટાબાજીની ભ્રષ્ટ રજૂઆતનો રિપોર્ટ ના કરવા પર શાકિબ પર એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો.

બાંગ્લાદેશના વર્તમાન નિયમો અનુસાર, સટ્ટા સાથે સંકળાયેલી કોઈપણ પ્રકારની ગતિવિધિને પ્રોત્સાહન આપવું અથવા તેનું સમર્થન કરવું નિષેધ છે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, ગુરુવારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ની એક બેઠક યોજાઈ જેમા આ ઓલરાઉન્ડરની બેટિંગ કંપની સાથે પોતાની ભાગીદારીની જાહેરાત કરનારી સોશિયલ મીડિયા પોસ્ટની તપાસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. BCB અધ્યક્ષ નજમુલ હસને કહ્યું કે, શાકિબને કારણ દર્શક નોટિસ આપવામાં આવશે. શાકિબે બાંગ્લાદેશ માટે આશરે 400 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોમાં 12000 કરતા વધુ રન અને આશરે 650 વિકેટ લીધી છે.

નજમુલે કહ્યું, બે વાતો છે. પહેલા પરવાનગી લેવાની કોઈ સંભાવના નથી કારણ કે, અમે આ પ્રકારની પરવાનગી આપીશું નહીં. સટ્ટેબાજી સાથે સંકળાયેલી કોઈપણ પરવાનગી નહીં આપીશું. તેનો મતલબ છે કે, તેણે અમને પરવાનગી આપવા માટે નહોતું કહ્યું. બીજી વાત અમે એ જાણવા માંગીએ છીએ કે, શું તેણે કરાર પર સહીં કરી છે કે નહીં. બેઠકમાં આ મુદ્દો ઉઠાવાવમાં આવ્યો અને અમે કહ્યું કે, આવુ કઈ રીતે થઈ શકે છે કારણ કે તે અશક્ય છે. જો આવુ થયુ છે તો તેને તરત પૂછવુ પડશે. તેને નોટિસ આપો અને પૂછો કે આ બધુ કઈ રીતે થયુ કારણ કે, બોર્ડ તેની પરવાનગી નથી આપતું. આ સટ્ટેબાજી સાથે સંકળાયેલું છે અને અમે તેની પરવાનગી નથી આપતા.

BCB અધ્યક્ષે આગળ કહ્યું કે કેટલાક લોકોનું કહેવુ છે કે, આ મામલો બેટવિનર સાથે સંકળાયેલો નથી. આ કારણે અમે હાલ કોઈ નિર્ણન ના લઈ શકીએ. અમે વહેલી તકે આ અંગે જાણકારી એકત્ર કરવાનો સંદેશ આપ્યો છે. બોર્ડનો મત આ મામલામાં એકદમ સ્પષ્ટ છે. અમે કોઈ પણ તેને માટે પરવાનગી આ આપી શકીએ. કોઈપણ નિર્ણય લેવા પહેલા અમારા માટે એ જાણવુ જરૂરી છે કે, તેણે (શાકિબે) કર્યું શું છે. માત્ર ક્રિકેટ જ નહીં આપણા દેશમાં ક્યાંય પણ તેની પરવાનગી નથી. આ ગંભીર વિષય છે. અમે માત્ર ફેસબુક પોસ્ટના આધાર પર કંઈ કરી ના શકીએ. તપાસ જરૂરી છે. જો કંઈક ખોટું છે તો બોર્ડ યોગ્ય પગલાં લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp