કોહલીએ કેપ્ટન્સી છોડતા પૂર્વ પાક. ક્રિકેટરે કહ્યું- આ બે દિગ્ગજોની લડાઈમાં....

PC: images.hindustantimes.com

વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ ટીમની ટેસ્ટ ફોર્મેટની કેપ્ટનશીપ છોડતા લોકો ચોંકી ગયા છે. કોહલીએ આવો નિર્ણય સાઉથ આફ્રિકા સામેની સીરિઝ ગુમાવ્યા બાદ આગલા દિવસે લીધો હતો. ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડ્યા બાદ કોહલી હવે ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપમાંથી આઉટ થઈ ગયો છે. પણ બેટ્સમેન તરીકે રમતો જોવા મળશે. કોહલીના નિર્ણય પર ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એક ટ્વીટ કરીને કહ્યું કે, કોલ સંપૂર્ણ રીતે આમાં કોહલીનો હતો.

એનો અર્થ એ થાય છે કે, બોર્ડને આ નિર્ણયથી કોઈ લેવાદેવા નથી. કોહલીના સત્તાવાર નિવેદન અનુસાર એક વાત સ્પષ્ટ થાય છે કે, તેણે કોઈ પ્રકારના પ્રેશર પર આ નિર્ણય કર્યો છે. જોકે, આ સમગ્ર મામલે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન રાશિદ લતીફે પ્રતિક્રિયા આપી છે. તેમને આમાં કંઈક ઔર દેખાઈ રહ્યું છે. આ પૂર્વ ક્રિકેટરનું એવું માનવું છે કે, ગાંગલીએ જે ટ્વિટ કર્યું અને કોહલી જે કહી રહ્યો છે એવામાં વિરાટનું ટેસ્ટ ટીમની કેપ્ટનશીપમાંથી રાજીનામું દેવાનું કારણ ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સાથેનો એનો ટકરાવ છે. રાશિદે પોતાની એક યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, અસલી કારણ એ છે કે, તમારો બોર્ડ સાથે ઝઘડો ચાલી રહ્યો છે. વિરાટ ભલે ગમે તે કહે આ એનો નિર્ણય છે અથવા સૌરવ ગાંગુલી જે ટ્વિટ કરે છે. આ બે દિગ્ગજોની લડાઈ છે.

કોઈનું પણ નામ લીધા વગર રાશિદે સંકેત આપ્યા કે, બોર્ડનો ઈરાદો કોહલીને ડીસેમ્બરમાં વન ડેની કેપ્ટનશીપમાંથી હટાવી બહાર કરવાનો હતો. પણ આ પગલું ઊલટું પડ્યું. ભારત T20 વિશ્વકપ અને સાઉથ આફ્રિકા ટુરમાં હારી જતા મોટી પછડાટ લાગી છે. ટીમે આ કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ વખતે ભારતીય ક્રિકેટ ટીમને સાઉથ આફ્રિકામાં સીરિઝ જીતવા માટે દાવેદાર માનવામાં આવતી હતી.

રાશિદને એવું લાગે છે કે, કેટલાક લોકોએ વિરાટને ટાર્ગેટ કરીને ભારતીય ક્રિકેટને પ્રભાવિત કરવામાં સફળતા પ્રાપ્ત કરી લીધી છે. કેટલાક લોકો ભાવુંક હોય છે. તેઓ જાણે છે કે, કોહલીને ક્યારે અને કેવી રીતે ઉશ્કેરવાનો છે. જ્યારે કહોલીએ એવું એલાન કર્યું હતું કે, તે વિશ્વકપ T20 બાદ ભારતીય ટીમનું નેતૃત્વ નહીં કરે તો એને વન ડેની કેપ્ટનશીપમાંથી જ હટાવી દીધો. તમે ન માત્ર કોહલીને પરેશાન કર્યો પણ ભારતીય ક્રિકેટને અસ્થિર કરી મૂક્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp