દુનિયાનો એકમાત્ર ક્રિકેટર જેની તસવીર નોટ પર છપાઈ, બોલિવુડ ફિલ્મમાં પણ કર્યું કામ

PC: imgci.com

દુનિયામાં ઘણાં એવા ક્રિકેટરો છે, જેમણે તેમના કરિયરમાં એવા શીખરો હાંસલ કર્યા છે, જેની કલ્પના આપણે પણ કરી શકીએ એમ નથી. હાલના ક્રિકેટમાં મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી એવા ક્રિકેટરો છે જેમને વર્લ્ડ ક્રિકેટમાં સૌથી મોટા સ્ટાર ક્રિકેટર માનવામાં આવે છે. તો સચિન તેંદુલકર, બ્રેડમેનને ક્રિકેટની દુનિયામાં એ શીખર હાંસલ કર્યું છે જેની ગૂંજથી પૂરી દુનિયામાં ક્રિકેટને ઓળખ મળી છે. સચિન તેંદુલકરને તો ભારતમાં ક્રિકેટના ભગવાન પણ માનવામાં આવે છે. તો વેસ્ટ ઈન્ડીઝના પૂર્વ ક્રિકેટર ફ્રેંક વોરેલ એવા ક્રિકેટર છે જેમની તસવીર ચલણી નોટ પર છપાઈ છે. તેમને એવા ક્રિકેટર તરીકે યાદ કરવામાં આવે છે જેમના કારણે વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટમાં મોટો ફેરફાર થયો.

જણાવી દઈએ કે, ફ્રેંક વોરેલ વેસ્ટ ઈન્ડીઝના પહેલા અશ્વેત કેપ્ટન બન્યા હતા. તેમના પહેલા કોઈપણ અશ્વેત ખેલાડીએ વેસ્ટ ઈન્ડીઝની કેપ્ટન્સી કરી નથી. ફ્રેંક વોરેલ પહેલીવાર ટીમના કેપ્ટન 1960-61માં બન્યા હતા. તેમણે વેસ્ટ ઈન્ડીઝ માટે કુલ 51 ટેસ્ટ મેચ રમી 3860 રન બનાવ્યા છે. જેમાં 9 સદી અને 22 હાફ સેન્ચ્યુરી સામેલ છે. ટેસ્ટમાં વોરેલે 69 વિકેટ પણ લીધી છે.

બોલિવુડ ફિલ્મમાં કર્યું કામ

ફ્રેંક વોરેલે ભારતીય સુપરસ્ટાર રાજ કપૂરની ફિલ્મ ‘અરાઉન્ડ ધ વર્લ્ડ’માં કેમિયો ભૂમિકા ભજવી હતી. જણાવી દઈએ કે 1967માં ફ્રેંક વોરેલનું નિધન થયું હતું. તેઓ માત્ર 42 વર્ષના હતા.

આ કારણે નોટ પર તસવીર છપાઈ

ફ્રેંક વોરેલનો અનેકો દ્વીપોને ભેગા કરી વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટ ટીમ બનાવવામાં અગત્યનો ભાગ હતો. વોરેલ વેસ્ટ ઈન્ડીઝમાં એકતાના પ્રતીક માનવામાં આવે છે. ફ્રેંક વોરેલના આ અગત્યના કામને જોતા બારબેડોસે પોતાની ડાક ટિકિટ અને 5 ડૉલરની કરન્સી નોટ પર ફ્રેંક વોરેલની તસવીર છાપી હતી. ફ્રેંક વોરેલ દુનિયાના એકમાત્ર એવા ક્રિકેટર છે, જેમની તસવીર નોટ પર છપાઈ છે.

ફર્સ્ટ ક્લાસ કરિયર

ફ્રેંક વોરેલે તેમના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયરમાં કુલ 208 મેચ રમી અને આ દરમિયાન 15025 રન બનાવ્યા, જેમાં 39 સદી અને 80 હાફ સેન્ચ્યુરી સામેલ હતી. બોલિંગમાં પણ ફ્રેંકે જોરદાર પ્રદર્શન કર્યું હતું તેમણે 349 વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp