કોરોના લોકડાઉન, સૌરવ ગાંગુલી 50 લાખ રૂપિયાના ચોખા આપશે

PC: thestatesman.com

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી કોરોના વાયરસ મહામારીને રોકવા માટે કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનથી પ્રભાવિત થનારા લોકોની મદદે આવ્યા છે. ગાંગુલી વંચિતો માટે 50 લાખ રૂપિયાના ચોખા દાન કરશે.

બંગાળ ક્રિકેટ સંઘના નિવેદનમાં ઘોષણા કરવામાં આવી છે કે ગાંગુલી લાલ બાબા ચાવલની સાથે મળીને એવા જરૂરિયાતમંદ લોકોની મદદ કરશે, જેમને સુરક્ષાના પગલે સ્કૂલોમાં રાખવામાં આવ્યા છે. કંપનીના નિવેદન અનુસાર, આશા છે કે ગાંગુલીની આ પહેલથી રાજ્યના નાગરિકો આપણા રાજ્યના લોકોની સેવા કરવા માટે આગળ આવે અને પ્રેરણા મેળવે.

સૌરવ ગાંગુલીએ દરેક વ્યક્તિને ઘરોમાં રહેવાની સલાહ આપી છે. તેમણે કોરોનાના ખતરાને ધ્યાનમાં લેતા કહ્યું કે, દુનિયાભરના લોકોએ તેમની સરકારની વાતો સાંભળવી જોઈએ. ગાંગુલીએ એક વીડિયોમાં સંદેશો આપતા કહ્યું છે કે, ચાલો આને સાથે મળીને લડીએ. આપણે તેના પર કાબૂ મેળવી લેશું. સમજદાર બનો. સરકારની વાત સાંભળો.

તો બંગાળ ક્રિકેટ સંઘને કોરોના વાયરસથી બચવા માટે પશ્ચિમ બંગાળ સરકારને 25 લાખ રૂપિયાની મદદ કરવાનો નિર્ણય લીધો છે. ડાલમિયાએ પોતાની તરફથી પણ રાજ્ય સરકારને રિલીફ ફંડમાં મદદ કરવાની વાત કરી છે.

સીએબીએ કહ્યું છે કે, કોરોના વાયરસથી ઉત્પન્ન થયેલી સ્થિતિ સામે લડવા સૌનું ધ્યાન સંસાધન આપવા અંગે છે એવામાં સીએબીએ આ બીમારીથી નિપટવા માટે રાજ્ય સરકારને 25 લાખ રૂપિયાની મદદ કરવાનો નિર્ણય લીધો છે.

જણાવી દઈએ કે, કોરોના વાયરસની મહામારી દુનિયાભરના દેશોમાં તેની અસર દેખાડી રહી છે. ભારતમાં હાલમાં તે બીજા સ્ટેજ પર ચાલી રહી છે અને ત્રીજા સ્ટેજને ટાળવા માટે ભારતે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp