NZ XI સામે વોર્મ-અપ મેચમાં હનુમા વિહારીની સદી, જાણો રિષભ પંતે કેટલા રન બનાવ્યા

PC: khabarchhe.com

ભારતીય ક્રિકેટ ટીમની પાસે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ આગામી 2 મેચોની ટેસ્ટ સીરિઝ પહેલા એકમાત્ર ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચમાં તૈયારીઓને પરખવાનો મોકો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ શુક્રવારે હેમિલ્ટનમાં ન્યુઝીલેન્ડ ઈલેવન વિરુદ્ધ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ આખી ટીમ પહેલી ઈનિંગમાં 263 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ.

ભારત તરફથી હનુમા વિહારી 182 બોલ પર 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 101 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો, જ્યારે ટીમ ઈન્ડિયાની નવી વોલ તરીકે જાણીતા ચેતેશ્વર પૂજારાએ 11 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 93 રન બનાવ્યા હતા.

યુવા ઓપનર પૃથ્વી શૉ મેચની પહેલી ઓવરની ચોથી જ બોલ પર સ્કૉટ કુગેલિનનો શિકાર થઈ ગયો. કુગેલિને પૃથ્વીને રચિન રવિન્દ્રના હાથે કેચ આઉટ કરાવ્યો. આ યુવા ઓપનિંગ બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલી ના શક્યો. ઈજાગ્રસ્ત રોહિત શર્માની જગ્યાએ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવેલો યુવા શુભમન ગિલ પણ પહેલી ઈનિંગમાં ફ્લોપ રહ્યો. ગિલના રૂપમાં કુગેલિને પોતાનો બીજો શિકાર કર્યો અને ગિલ પણ પોતાનું ખાતું ખોલવામાં અસફળ રહ્યો. રવિચંદ્રન અશ્વિનને ઈશ સોઢીએ, જ્યારે વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાને ગિબ્સને શૂન્યના સ્કોર પર આઉટ કરી દીધા.

ભારત તરફથી હનુમા વિહારી અને ચેતેશ્વર પૂજારા બાદ અજિંક્ય રહાણે એકમાત્ર એવો બેટ્સમેન રહ્યો, જેણે બે અંકનો સ્કોર બનાવ્યો. 8 બેટ્સમેન બે આંકડાના સ્કોર સુધી પણ ના પહોંચી શક્યા. રિષભ પંત 7 રન બનાવીને આઉટ થઈ ગયો. ઓપનર મયંક અગ્રવાલ એક રન બનાવીને આઉટ થઈ ગયો.

હનુમા વિહારી અને ચેતેશ્વર પૂજારાએ પાંચમી વિકેટ માટે 195 રનની ભાગીદારી કરી. એક સમયે ભારતીય ટીમ 38 રન પર પોતાની 4 વિકેટ ગૂમાવી ચુકી હતી. ન્યુઝીલેન્ડ ઈલેવન તરફથી કુગેલિન અને સોઢીએ 3-3 વિકેટો લીધી હતી, જ્યારે નીશમ 1 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp