Video: વિવાદ પછી પહેલીવાર કેમેરા સામે આવ્યો હાર્દિક પંડ્યા, આવી હતી પ્રતિક્રિયા

PC: ndtvimg.com

TV શોમાં વિવાદિત નિવેદનને લઈને ચર્ચામાં રહેલા હાર્દિક પંડ્યાનો વિશ્વાસ ખૂબ અસ્થિર દેખાઈ રહ્યો છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં તેમણે ફેન્સ તરફ જોયું પણ નહીં. જ્યારે કે ફેન્સ તેમના ઓટોગ્રાફ અને સેલ્ફી લેવા આવ્યા હતા. તેમણે ફેન્સથી અંતર બનાઈ રાખ્યું અને માથું નીચે રાખીને નેટ પર જતો રહ્યો. કનાવી દઈએ કે તેમણે લાઈમ લાઈટમાં રહેવું ખૂબ પસંદ છે જે વાત તેમણે 'કોફી વિથ કરણ'માં પણ સ્વિકારી હતી. પરંતુ આ વિવાદના કારણે તેમનો અલગ જ રૂપ જોવા મળ્યો છે.

આ વિવાદિત નિવેદન આપવાના કારણે ક્રિકેટર, હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સુત્રોનું કહેવું છે કે તેમના પર અનિશ્ચિત સમય સુધી બેન લાગી શકે છે. પ્રશાસકોની સમિતિ (COA)ની મેમ્બર ડાયના એડુલજી ઈચ્છે છે કે આ દિવસોમાં બંને પર તપાસ પૂરી ન થાય ત્યાં સુધી બેન લગાડવામાં આવે. તે પહેલા ગુરુવારે COAના ચીફ વિનોદ રાયે હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પર બે વનડેના બેનની ભલામણ કરી હતી. તમને જણાવી દઈએ કે હાર્દિકે એક TV શોમાં મહિલાઓને લઈને અપમાનજનક વાતો કહી હતી.

આ બંનેને સિડનીમાં શનિવારે યોજાનાર પ્રથમ વનડે મેચ માટે ટીમમાં પણ શામેલ કરવામાં આવશે નહીં. રાયે જણાવ્યું કે, 'પંડ્યા અને રાહુલ બંનેને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.' કહેવામાં આવી રહ્યું છે કે BCCIની તપાસ પૂરી થવાનો સમય 15 દિવસ સુધી લંબાવી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp