હાર્દિકે પહેર્યો એટલી કિંમતનો શર્ટ જેમાં એક ઘરનું 2 વર્ષનું ભાડું ચૂકવાય જાય

PC: mensxp.com

હાર્દિક પંડ્યાની હટકે સ્ટાઈલ તેને ભીડમાં પણ અલગ તારવે છે. તે માત્ર ક્રિકેટના મેદાનમાં જ નહીં પરંતુ મેદાનની બહાર પણ ચર્ચામાં રહે છે. તેમજ તેની ગણના બેસ્ટ-ડ્રેસ્ડ સ્પોર્ટ્સમેનોમાં કરવામાં આવે છે. હાર્દિક પંડ્યા પોતાની સ્ટાઈલની બાબતમાં એક્સપરિમેન્ટ્સ કરતા જરા પણ અચકાતો નથી. તેની સેન્સ ઓફ સ્ટાઈલ વર્સટાઈલ છે અને તે ક્યારે શું કરશે કે શું પહેરશે તે અંગે અગાઉથી ક્યારેય અનુમાન લગાવી ન શકાય.

આ ઉપરાંત, અલગ કપડાંની સાથે તે એસેસરીઝ પહેરવાનું ક્યારેય નથી ભૂલતો. તમે તેને જાહેરમાં ક્યારેય પણ પોતાની ફેવરિટ ચેન અને બ્રેસલેટ વિના નહીં જોયો હશે. તેની આ જ વાત તેને અન્યો કરતા જુદી તારવે છે.

હાલ તે IPLમાં પોતાની ગેમ ઉપરાંત હાલમાં જ તેણે પહેરેલા શર્ટને કારણે ચર્ચામાં છે. હાલમાં તેણે રેગ્યુલર ફિટ શર્ટ પહેર્યો હતો, જેના પર allover Louis Vuitton Paris લખેલું હતું. તેમાં મધર-ઓફ-પર્લ બટનની સાથે એમ્બ્રોઈડરી કરવામાં આવી હતી, જે તેને લક્ઝરીયસ લુક આપતું હતું. તેને જોતા એ તો ખ્યાલ આવી જાય કે આ શર્ટ થોડો મોંઘો હશે. તમે વેબસાઈટ પર ચેક કરશો તો તમને દેખાશે કે તેની પ્રાઈઝ 1470 ડૉલર એટલે કે 1,01,999 રૂપિયા છે. આ પ્રાઈઝમાં તમે એક સામાન્ય ઘરનું 2 વર્ષનું ભાડું ભરી શકો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp