'કોહલીને ટીમમાંથી બહાર કરો', જુઓ ટ્વીટર પર કેવી માગ કરી રહ્યા છે ફેન્સ

PC: BCCI

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમને પંજાબ કિંગ્સ (PBKS) વિરુદ્ધ મેચમાં એક મોટી હારનો સામનો કરવો પડ્યો છે. પંજાબ કિંગ્સ (PBKS)એ પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 209 રનોનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. જવાબી ઇનિંગ રમતા રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ સીમિત 20 ઓવરમાં 9 વિકેટ પર 155 રનોનો સ્કોર જ બનાવી શકી. આ રીતે પંજાબ કિંગ્સે મેચમાં એક મોટી જીત હાંસલ કરી.

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે વિરાટ કોહલી ફરી એક વખત સારી શરૂઆત કરીને આઉટ થઈ ગયો. તે 20 રનના અંગત સ્કોર પર આઉટ થઈ ગયો. ટ્વીટર પર વિરાટ કોહલીને લઈને જબરદસ્ત પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. વિરાટ કોહલીના ફોર્મ પર વાત કરતા કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે કહ્યું કે એક મોટી ઇનિંગ આવવાની છે. કોહલીને પણ તેનો વિશ્વાસ છે. કોહલી પોતાના પર દબાવ લઈ રહ્યો નથી. જ્યારે તમે ખરાબ ફોરમમાં હો છો તો દરેક પ્રકારે લાગે છે કે તમે આઉટ થઈ શકો છો.

ફાફ ડુ પ્લેસિસે કહ્યું કે, આ પ્રકારે રમત કામ કરે છે. ક્યારેક તમે બદવામાં હો છો તો રમત તમારા પર દબાવ બનાવવાની રીત શોધે છે. તમે માત્ર એ જ કરી શકો છો કે સખત મહેનત કરો અને  સારો જોશ અને સારું વર્તન રાખો. સકારાત્મક રહો અને જાણો કે મોટી ઇનિંગ આવવાની છે. વિરાટ કોહલીએ કેટલાક શાનદાર શોટ્સ રમ્યા અને નિશ્ચિત રૂપે તમે પણ ઈચ્છશો કે, તે એવી રીતે રમે. જો મારા ખ્યાલથી તેણે સારી રીતે સંભાળી છે. તો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે પંજાબ કિંગ્સના પણ વખાણ કર્યા.

તેણે કહ્યું કે તે સારો સ્કોર હતો. જોનીએ જે પ્રકારે ઇનિંગની શરૂઆત કરી, અમારા બોલરો પર દબાવ બનાવી દીધો. મારા ખ્યાલથી અમે વાપસી કરી અને 200 આ વિકેટ માટે યોગ્ય સ્કોર હતો. તમે મોટા લક્ષ્યનો પીછો કરતા રહ્યા હો તો જરૂરી છે કે વિકેટ ન પડે.

અહીં અમારી ભૂલ થઈ ગઈ. તેણે બેંગ્લોરની ભૂલ સ્વીકારી અને કહ્યું કે આગામી મેચમાં શાનદાર વાપસી કરવાનો પ્રયત્ન કરીશું. અમે આજે સારું પ્રદર્શન કર્યું નથી. આ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં પણ દેખાયો. અમે શાનદાર વાપસી કરવાનો પ્રયત્ન કરીશું. અમે પોતાની ઉર્જા લગાવી દઇશું. મને વિશ્વાસ છે કે જો અમે પૂરી ક્ષમતા સાથે રમ્યા તો જીતી જઈશું. અમારી ટીમ ખૂબ સારી છે, પરંતુ આજે અમે એમ ન કરી શક્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp