આ છે વર્લ્ડ કપ માટેની સંભવિત પ્લેઇંગ XI

PC: amazonaws.com

ટીમ ઈન્ડિયા ઘરેલુ મેદાન પર ઓસ્ટ્રેલિયા સામે વન-ડે સીરિઝ હારી ગઈ. 30મી મેથી ઈંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કર પહેલા ટીમ ઈન્ડિયાની આ છેલ્લી સીરિઝ હતી. એવામાં સીરિઝ હારવાથી વર્લ્ડ કપની તૈયારીઓને લઈને સવાલ ઉઠી રહ્યા છે. જોકે, ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને તેનાથી વધુ ફરક નથી પડી રહ્યો. તેનું કહેવુ છે કે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના 10 ખેલાડીઓ નક્કી છે, માત્ર એકને લઈને મુંઝવણ છે. તેણે હાર્દિક પંડ્યાના વર્લ્ડ કપમાં રમવાની વાતની પણ પુષ્ટિ કરી છે.

વિરાટ અને બેટિંગ કોચ સંજય બાંગડના નિવેદનો અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં રમી ચુકેલા ખેલાડીઓના આધારે અંદાજો લગાવી શકાય કે વર્લ્ડ કર માટે પસંદ કરાયેલા પ્લેઇંગ XIમાં વિરાટ કોહલી ઉપરાંત રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડૂ, મહેન્દ્ર સિંહ ધોની, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, મોહમ્દ શમી અને જસપ્રીત બુમરાહની જગ્યા પાક્કી છે. જોકે, તેમાં રોહિત, શિખર, અંબાતી, હાર્દિક અને કેદારનું છેલ્લી 10 વન-ડેમાં પ્રદર્સન નિરાશાજનક જ રહ્યુ છે.

વર્લ્ડ કપ માટે સંભવિત પ્લેઇંગ XI

ક્રમ

ખેલાડી

ભૂમિકા

1

રોહિત શર્મા

ઓપનર

2

શિખર ધવન

ઓપનર

3

વિરાટ કોહલી

વન ડાઉન બેટ્સમેન

4

અંબાતી રાયડૂ

મિડલ ઓર્ડર બેટ્સમેન

5

મહેન્દ્ર સિંહ ધોની

મિડલ ઓર્ડર બેટ્સમેન

6

હાર્દિક પંડ્યા

ઓલરાઉન્ડર

7

કેદાર જાધવ

ઓલરાઉન્ડર

8

ભુવનેશ્વર કુમાર

ફાસ્ટ બોલર

9

કુલદીપ યાદવ

સ્પિનર

10

મોહમ્મદ શમી

ફાસ્ટ બોલર

11

જસપ્રીત બુમરાહ

ફાસ્ટ બોલર

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp