કોહલીના ખરાબ ફોર્મ પર છલકાયું કપિલ દેવનું દર્દ, કહ્યું- તમે રન ના બનાવો તો...

PC: deccanherald.com

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી માટે છેલ્લા 2 વર્ષ કંઈ ખાસ રહ્યા નથી. વિરાટ કોહલીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સદી બનાવ્યાને ઘણો સમય વીતી ચૂક્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં પણ વિરાટ કોહલી રન બનાવવા ઝઝૂમતો નજરે પડ્યો હતો. ત્રણ વખત તો તે પહેલા બોલ પર જ આઉટ થઈ ગયો હતો. હવે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવે વિરાટ કોહલીના ફોર્મને લઈને એક નિવેદન આપ્યું છે. કપિલ દેવે કહ્યું કે, વિરાટ કોહલી જેવા ખેલાડીનું સદી વિના આટલા સમય સુધી રહેવાનું દુઃખ તેમને થાય છે.

કપિલ દેવ માને છે કે, આ ભારતીય ક્રિકેટ અને તેના ફેન્સ બંને માટે ચિંતાનો વિષય બનતો જઈ રહ્યો છે. છેલ્લી વખત વિરાટ કોહલીએ વર્ષ 2019ના નવેમ્બર મહિનામાં ઇન્ટરનેશનલ સદી બનાવી હતી. કપિલ દેવે અનકટ પર કહ્યું કે, હું વિરાટ કોહલી જેટલું ક્રિકેટ રમ્યો નથી. ક્યારેક ક્યારેક તમે જરૂરી ક્રિકેટ રમી રહ્યા હોતા નથી, પરંતુ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરી શકો છો. જો તમે રન જ ન બનાવો તો લોકોને એમ જ લાગશે કે ક્યાંક ને ક્યાંક ગડબડ છે. લોકો માત્ર તમારા પ્રદર્શનને જ જુએ છે અને તમારું પ્રદર્શન સારું નથી તો લોકો ચૂપ રહે તેવી આશા જરાય ન કરો.

તેમણે આગળ કહ્યું કે, તમારી બેટ વધુ પ્રદર્શનથી બોલવી જોઈએ. આટલા મોટા ખેલાડીને લાંબા સમય સુધી સદી બનાવતો ન જોઈને મને દુઃખ થાય છે. તે આપણાં માટે નાયકની જેમ છે. આપણે ક્યારેય વિચાર્યું નહોતું કે આપણે એક એવા ખેલાડીને જોઈશું જેની તુલના આપણે રાહુલ દ્રવિડ, સચિન તેંદુલકર, સુનિલ ગાવસ્કર અને વીરેન્દ્ર સેહવાગ જેવા મહાન ખેલાડીઓ સાથે કરી શકાય છે, છતા પણ તે આવ્યો અને તુલના કરવા મજબૂર કર્યા.

જોકે હવે તે છેલ્લા 2 વર્ષોથી સદી બનાવી શક્યો નથી, આ મને અમે આપણા બધાને પરેશાન કરી રહ્યું છે. IPL 2022ની સમાપ્તિ બાદ વિરાટ કોહલીને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઘરેલું T20 સીરિઝ માટે આરામ આપવામાં આવ્યો હતો. 5 મેચોની એ સીરિઝ 2-2ની બરાબરી પર સમાપ્ત થઈ હતી. હવે બ્રેક બાદ વિરાટ કોહલી આગામી મહિને એજબેસ્ટનમાં શરૂ થનારી પાંચમી ટેસ્ટ દ્વારા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરશે. વિરાટ કોહલી વિસેસ્ટરશાયર વિરુદ્ધ ગુરુવારથી શરૂ થનારી ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચમાં પણ સામેલ થાય તેવી આશા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp