વોર્નરની ક્ષમતા પર શંકા કરવી કોઈ રીતે યોગ્ય નથી, આ સાથી ખેલાડીએ કર્યો બચાવ

PC: https://cdn.dnaindia.com

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી ગ્લેન મેક્સવેલે પોતાના સાથી ક્રિકેટર ડેવિડ વોર્નરનો બચાવ કર્યો છે. વાર્નર ઘણા ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. પણ મેક્સવેલનું એવું માનવું છે કે તે ટૂંક જ સમયમાં કમબેક કરશે. મેક્સવેલે કહ્યું કે, એની ક્ષમતા પર સવાલ કરવા યોગ્ય નથી. એની ક્ષમતા પર આશંકા કરવી કોઈ રીતે યોગ્ય નથી. વિશ્વાસ છે કે, આ સ્ટાર ખેલાડી-બેટ્સમેન T20 વિશ્વકપમાં એક નવા ઉત્સાહ સાથે કમબેક કરવામાં સફળ થશે. વાર્નર ખૂબ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે.

મે મહિનામાં IPL ફ્રેન્ચાઈઝીએ હૈદરાબાદે પણ એને કેપ્ટન તરીકે પડતો મૂક્યો હતો. જ્યારે UAEમાં બીજ તબક્કામાં તેમને કોઈ ખાસ પ્રકારની જગ્યા મળી ન હતી. UAEમાં તેમણે જે બે મેચ રમ્યા એમાં તે એક પણ રન કરી શક્યો નથી. ઓસ્ટ્રેલિયામાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં સોમવારે રમાયેલી મેચમાં પહેલા જ બોલમાં તે આઉટ થઈ ગયો હતો. જેમાં માર્ટિલ ગુપ્ટિલનો કેચ સારો રહ્યો હતો. RCB ટીમમાંથી બેસ્ટ પર્ફોમ કરનાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે કહ્યું હતું જો તમે વાર્નરની ક્ષમતા પર આશંકા કરો છો તો એ ક્યારેય યોગ્ય નથી. તે ટૂંક જ સમયમાં પોતાના ફોર્મમાં પરત ફરશે. તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટનો સુપરસ્ટાર છે. તેણે ઘણા બધા રન કર્યા છે. એની ગણતરી ક્રિકેટની દુનિયાના મહાન ખેલાડીઓમાં થાય છે. પણ છેલ્લા એક વર્ષમાં તેણે સૌથી નાના ફોર્મેટના ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો એક પણ મેચ રમ્યો નથી. પણ સાથી ખેલાડીઓ એનું સમર્થન કરી રહ્યા છે. જેમાં એરોન ફિન્ચોન પણ સમાવેશ થાય છે. વાર્મઅપ મેચમાં તે ભારત સામે રમશે. હવે તેની પાસે ગુમાવેલો ઉત્સાહ ફરી દેખાડવાની મોટી તક છે.

અહીં જો તે સફળ પુરવાર નહીં થાય તો T20 વિશ્વકપની મેચમાં ફરી એના પર મોટું દબાણ ઊભું થશે. ઓસ્ટ્રેલિયા ટીમ મેનેજમેન્ટ એવું નહીં ઈચ્છે કે, કોઈ પ્રકારના પ્રેશર સાથે મેદાન પર ઊતરે, કારણ કે એના પર ટીમને એકને મોટો સ્કોર અને ધમાકેદાર શરૂઆત દેવાની મોટી જવાબદારી છે. માત્ર આ જ ખેલાડી નહીં પણ એરોન ફિન્ચ પણ પોતાની લયમાં નથી. બીજી તરફ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી ગૌતમ ગંભીરે જણાવ્યું છે કે, જો હાર્દિક પંડયા પ્રેક્ટિસ મેચમાં બોલિંગ કરે તો જ તેને ભારતે પ્લેઈંગ ઈલેવનમાં સમાવવો જોઈએ. હાર્દિક પંડયાએ 2019માં બેક સર્જરી કરાવી હતી. જે પછી તે ક્રિકેટમાં પાછો ફર્યો છે. જોકે તે નિયમિત રીતે બોલિંગ કરતો જોવા મળ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp