#INDvsAUS: પ્રથમ ટેસ્ટ મેચનો બીજો દિવસ, અશ્વિનની 3 વિકેટ, જાણો સ્કોર

PC: bcci.tv

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચાર ટેસ્ટ મેચની સીરિઝમાં પહેલી મેચ એડિલેડમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલી ઈનિંગમાં 7 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા છે. હાલ ક્રિઝ પર હેડ અને સ્ટાર્ક રમી રહ્યા છે. ભારતની ટીમે પહેલા દિવસે 250 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા હજુ ભારતથી 59 રન પાછળ છે.

ઓસ્ટ્રેલિયાના એરોન ફિંચ અને માકર્સ હેરિસે ઈનિંગની શરૂઆત કરી. હેરિસની આ પહેલી ટેસ્ટ છે. ભારત તરફથી ઈશાંત શર્માએ બોલિંગની કમાન સંભાળી હતી. તેને પોતાના ત્રીજા જ બોલમાં ફિંચને ક્લીન બોલ્ડ કરી દીધો. ઈશાંતે આ ઓવરમાં એક પણ રન આપ્યો ન હતો. પહેલાં દિવસે ભારતે 87.5 ઓવરમાં 9 વિકેટના નુકશાને 250 રન બનાવ્યાં હતા. ચેતેશ્વવર પુજારા છેલ્લી વિકેટ તરીકે રન આઉટ થયો હતો. પુજારા આઉટ થતાની સાથે જ અંપાયર્સે સ્ટમ્પસની જાહેરાત કરી હતી. બીજા દિવસે હેઝલવુડ પોતાની ઓવરની છેલ્લી બોલ ફેંકવા આવ્યો અને શમીને કેપ્ટન ટિમ પેનના હાથે કેચઆઉટ કરાવી દીધો. આ સાથે ટીમ ઈન્ડિયાની પહેલી ઈનિંગ 250 રને પૂરી થઈ હતી.

ત્યારપછી બીજા દિવસે ભારતીય બોલરો ઓસ્ટ્રેલિયા પર ભારે પડ્યા છે.અશ્વિને 3 વિકેટ્સ લીધી હતી. જ્યારે ઇશાંત શર્મા અને જસપ્રીત બૂમરાહે 2-2 વિકેટ્સ લીધી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp