IND vs SA: ટીમ ઈન્ડિયાને વધુ એક મોટો ઝટકો, પંડ્યા બાદ આ ખેલાડી થયો બહાર

PC: icc-cricket.com

સાઉથ આફ્રિકા સામેની T-20 શ્રેણીમાં ભારતના 3 મહત્ત્વના ખેલાડીઓ ઇજાને કારણે ટીમમાંથી બહાર થઇ ગયા છે અને તેની સામે 3 નવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી જીતી લીધી હતી. ભારત અને દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચ આજે સાંજે એટલે કે બુધવારે, તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. યજમાન ટીમ ટીમ ઇન્ડિયામાં 3 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમને દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીની શરૂઆત પહેલા જ મોટો આંચકો લાગ્યો છે. સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર દીપક હુડ્ડા પીઠની ઈજાને કારણે પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે. તે હાલમાં બેંગ્લોરમાં એનસીએમાં છે. તેના પહેલા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પણ NCA પહોંચી ચૂક્યા છે.

આજે સાંજથી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી શરૂ થવાની છે. શ્રેણીની પ્રથમ મેચ કેરળની રાજધાની તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. દીપક હુડ્ડા પણ પીઠની ઈજાને કારણે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં રમી શક્યો નથી. તેના સિવાય હાર્દિક પંડ્યા અને ભુવનેશ્વર કુમારે પણ કંડિશનિંગ સંબંધિત કામ માટે NCAને રિપોર્ટ કર્યો છે.

અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી કોવિડ-19થી સંક્રમિત થવાને કારણે ટીમની બહાર છે. તેણે તેની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ ગયા વર્ષે UAEમાં T20 વર્લ્ડ કપમાં રમી હતી. BCCIની ઓલ ઈન્ડિયા સિનિયર સિલેક્શન કમિટીએ શમીના સ્થાને ઉમેશ યાદવ અને દીપક હુડ્ડાની જગ્યાએ શ્રેયસ અય્યરને સામેલ કર્યા છે. શાહબાઝ અહેમદને પણ T-20 સીરિઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

જોકે શ્રેયસ અય્યર ટીમ સાથે છે. યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પણ ટીમમાં સામેલ થયો છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી હજુ સુધી કોવિડ-19માંથી સંપૂર્ણ સ્વસ્થ થયો નથી. તે ત્રણ મેચની T20 શ્રેણીમાં ભાગ લઈ શકશે નહીં. 

સાઉથ આફ્રિકા સામે રમાનારી T-20 મેચોમાં આ છે ભારતની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, દિનેશ કાર્તિક, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, દીપક ચહર, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, શ્રેયસ અય્યર અને શાહબાઝ અહેમદ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp