હોકીઃ ન્યૂઝીલેન્ડને હરાવી ભારતનો ફાઈનલમાં પ્રવેશ

PC: twitter.com/TheHockeyIndia

ચાર દેશો વચ્ચે રમાઈ રહેલી હોકી ટુર્નામેન્ટમાં ભારતીય હોકી ટીમે ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં ભારતે પોતાના ત્રીજા મુકાબલામાં ન્યૂઝીલેન્ડને 3-1થી હાર આપી હતી. આ પહેલા ભારતીય હોકી ટીમે પોતાની બીજી મેચમાં બેલ્જિયમની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બેલ્જિયમે ભારતને 2-0થી માત આપી હતી.

શનિવારના રોજ ટોરંગામાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારત તરફથી હરમનપ્રીત સિંહ, દિલપ્રીત સિંહ અને મનદીપ સિંહ બેસ્ટ સ્કોરર હતા, જ્યારે કેન રસેલે ન્યૂઝીલેન્ડ માટે એકમાત્ર ગોલ કર્યો હતો. રવિવાર ભારતનો મુકાબલો ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા બેલ્જિયમ સાથે થશે. બેલ્જિયમે જાપાનને 4-1થી હરાવીને ફાઈનલમાં પોતાની જગ્યા પાક્કી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp