પાકિસ્તાન સાથે ફાઇનલ હોય તો તેનો પણ BCCIએ બહિષ્કાર કરવો જોઈએઃ ગૌતમ ગંભીર

PC: newsstate.com

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો બોયકોટ કરવાની માગને લઈને પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. તેણે કહ્યુ હતુ કે, પાકિસ્તાન પર શરતો સાથો પ્રતિબંધથી કામ નહીં ચાલશે, તેનો તો સંપૂર્ણરીતે બહિષ્કાર જ સૌથી કારગર ઉપાય હશે. તેણે કહ્યુ હતુ કે, 30 મેથી શરૂ થઈ રહેલી ટૂર્નામેન્ટના ફાયનલમાં પણ ભારતનો સામનો પાકિસ્તાન સાથે થાય ત્યારે પણ ટીમ ઈન્ડિયાએ મેચનો બહિષ્કાર કરવો જોઈએ.

ગંભીરે વધુમાં જણાવ્યુ હતુ કે, પુલવામામાં જે કંઈ થયું એક કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. એવામાં આપણે પાકિસ્તાન સાથે શરતોને આધિન ના રમી શકીએ. આ સંદર્ભમાં BCCIએ નિર્ણય લેવાનો છે. જોકે, હું માનુ છું કે, આપણા આ પાડોશી વિરુદ્ધ કોઈપણ સશર્ત પગલું યોગ્ય નહીં હશે. તો પૂર્ણ બહિષ્કાર જ કરવો પડશે.

ગંભીરે જણાવ્યુ હતુ કે, મને વિશ્વાસ છે કે, વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો બહિષ્કાર કરવો મુશ્કેલ નહીં બને. આપણે તો પાકિસ્તાનની હાજરીમાં એશિયા કપમાં પણ ના રમવું જોઈએ. હું તો તેની વિરુદ્ધ છું. ગંભીરનું માનવુ છે કે, કોઈપણ મેચ કરતા આપણા જવાનોનો જીવ વધુ કિંમતી છે. ગંભીરે વધુમાં જણાવ્યુ હતુ કે, આપણા જવાનો માટે આપણે પાકિસ્તાન વિરુદ્ધ ન રમવું જોઈએ. આપણા 41 જવાનોનો જીવ કોઈપણ મેચ કરતા વધુ મહત્ત્વના છે. હું માનુ છું કે, જો BCCI પાકિસ્તાની સાથે થનારી મેચનો બહિષ્કાર કરશે તો આખા દેશે આ નિર્ણયનું સન્માન કરવું જોઈએ. જો આપણે ફાયનલમાં પણ પહોંચી જઈએ, તો પણ આપણે પાકિસ્તાન વિરુદ્ધ ન રમવું જોઈએ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp