બ્રિસ્બન હોટેલમાં ટીમ ઈન્ડિયા પર મૂકવામાં આવ્યા પ્રતિબંધો, રૂમમાં કેદ ખેલાડીઓ

PC: twitter.com

ચોથી અને અંતિમ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા બ્રિસ્બેન પહોંચી ગઈ છે. પરંતુ અહીં ટીમ પર ઘણા બધા પ્રતિબંધો જોવા મળી રહ્યા છે. હોટેલમાં ખિલાડીઓને કોઈ સુવિધા મળી રહી નથી. ભારતીય ટીમ જે હોટેલમાં રોકાઈ છે ત્યાં ખિલાડીઓ હાઉસ કિપીંગની સર્વિસ સિવાય સ્વીમીંગ પૂલનો ઉપયોગ કરી શકતા નથી. સમજી શકાય છે કે કોવિડ-19 ટ્રાન્સમિશન કમ્યુનિટીને રોકવા માટે આવું કરવામાં આવી રહ્યું છે કારણ કે બ્રિસ્બેન પહેલેથી જ હોટસ્પોટ એરિયા જાહેર કરવામાં આવ્યો છે. કોરોના મહામારીના વધતા કેસ અને ન્યુ સાઉથ વેલ્સની સાથે સીમા પર લોકડાઉનને કારણે હોટેલમાં ક્વોરન્ટાઈનના નિયમો ઘણા કડક છે. ચાર મેચોની આ ટેસ્ટ સીરિઝ હાલમાં 1-1 થી બરાબરી પર છે. સીરિઝની નિર્ણાયક મેચ 15 જાન્યુઆરીના રોજ બ્રિસ્બેનના ગાબામાં રમાવાની છે. રિપોર્ટ પ્રમાણે BCCIના એક અધિકારીએ કહ્યું છે કે, ભારતીય ટીમ મંગળવારે બ્રિસ્બેન પહોંચી હતી.

તેના પછી તેમને હાઉસ કિપીંગ, રૂમ સર્વિસ અને સ્વીમીંગ પુલના ઉપયોગ કરવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. અધિકારીએ કહ્યું છે કે BCCI આ અંગે સીએના સંપર્કમાં છે. આશા છે કે આ મામલાનો હલ જલદીથી નીકળી આવે. અન્ય એક રિપોર્ટ પ્રમાણે ભારતીય ટીમની સાથે પ્રવાસ કરનારા સભ્યએ કહ્યું છે કે દરેક ખિલાડી તેમના રૂમમાં બંધ છે. બધા પોતાનો બેડ જાતે સરખો કરી રહ્યા  છે. ખાવાનું પણ નજીકની ભારતીય રેસ્ટોરન્ટમાંથી આવી રહ્યું છે. હોટલના બધા કેફે અને રેસ્ટોરન્ટ બંધ છે. એટલે સુધી કે ખિલાડીઓને પોતાના ટોયલેટ પણ સાફ કરવા પડી રહ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે આખી હોટેલ ખાલી છે. તેમ છત્તાં ખિલાડીઓને સ્વીમીંગ પુલ અને જીમનો ઉપયોગ કરવાની મનાઈ છે. આ પહેલા એવું પણ સાંભળવામાં આવ્યું હતું કે ભારતીય ટીમ બ્રિસ્બેન નહીં આવશે. જોકે આ અંગે BCCI અથવા CAના કોઈ પણ ઓફિશિયલ અધિકારીનું સ્ટેટમેન્ટ આવ્યું નથી. આજે સવારે જ BCCIએ પ્રેક્ટીસમાં જોડાયેલી ભારતીય ટીમના કેટલાંક ફોટા શેર કર્યા છે.

તેણે ટ્વીટ કરીને લખ્યું છે, અમે ગાબામાં પોતાની અંતિમ ટેસ્ટ મેચ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મેદાન પર ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ જોવા મળી રહ્યો છે. આ પહેલા BCCIએ કહ્યું હતું કે સિડનીમાં ફિલ્ડીંગ દરમિયાન બુમરાહના પેટમાં ખેંચ આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp