જુઓ વિરાટનો એક હાથે ‘વન્ડરફૂલ’ કેચ, તમે પણ કહેશો ‘વાહ કિંગ કોહલી’

PC: timesnownews.com

ભારતની ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જેમાં ભારતે પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં બીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે, ત્યારે શુક્રવારે મેચના પહેલા દિવસે વિરાટ કોહલીના એક કેચે સૌ ક્રિકેટ રસિકોનું મન મોહી લીધું હતું.  જુઓ આ અદભૂત કેચનો વીડિયો, તમે પણ કહશો વાહ...

ભારતીય ક્રિકેટ ટીમમાં કેપ્ટન વિરાટ કોહલીની દુનિયાના સૌથી ફિટ ખેલાડીઓમાં ગણના કરવામાં આવે છે. કારકિર્દીની શરુઆતમાં વિરાટ જેવા જોવા મળતા હતા, તેના કરતાં અત્યારે તેઓ વધારે ફિટ જોવા મળી રહ્યાં છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં શરુ થયેલી બીજી ટેસ્ટ મેચમાં તેનું ઉમદા ઉદાહરણ જોવા મળ્યું, જેમાં કોહલીએ એક કેચ પકડીને સૌને ચોંકાવી દીધા. વિરાટ કોહલીએ સ્લીપમાં અદભૂત કેચ ઝડપ્યો, જેનો વીડિયા થોડા સમયમાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો. આ કેચ દ્વારા કોહલીએ સાબિત કર્યું કે, તે માત્ર બેટ્સમેન કે કેપ્ટન તરીકે જ નહી, પરંતુ ક્રિકેટના મેદાનમાં તમામ ક્ષેત્રે કાબેલ છે.

પર્થ ટેસ્ટમાં પહેલી ઈનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 3 વિકેટ ગુમાવીને 148 રન બનાવી રમી રહી છે. પીટર હૈંડ્સકોમ્બ અને મિશેલ માર્શ રમી રહ્યાં છે. આ દરમિયાન 55મી ઓવરના પ્રથમ બોલે ઈશાંત શર્માની બોલિંગમાં પીટર હૈંડ્સકોમ્બ શૉટ મારતા સ્લીપમાં ઉભેલા કોહલીએ હવામાં છલાંગ લગાવીને એક હાથે અદ્દભૂત કેચ ઝડપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp