આ પૂર્વ પાકિસ્તાની કેપ્ટને ભારતને ગણાવી સૌથી શ્રેષ્ઠ ટીમ અને WC જીતવાની દાવેદાર

PC: news18.com

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ-ઉલ-હકે કહ્યું કે, વિરાટ કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમની ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2021 જીતવાની પ્રબળ સંભાવના છે. ઈન્ઝમામે કહ્યું કે, ભારતની પાસે યુએઈ અને ઓમાનની પરિસ્થિતિઓના કારણે ટ્રોફી ઉઠાવવાની વધુ તક છે. તેણે કહ્યું કે, કોઈપણ ટૂર્નામેન્ટમાં એ નિશ્ચિતરીતે જ ના કહી શકાય કે કોઈ વિશેષ ટીમ જીતશે. આ બધુ એ વાત પર નિર્ભર કરે છે કે, તેમની પાસે તેને જીતવાની કેટલી તક છે. મારા અભિપ્રાય પ્રમાણે, ભારતની પાસે આ ટૂર્નામેન્ટ જીતવાની કોઈપણ અન્ય ટીમની સરખામણીમાં વધુ સંભાવના છે. ખાસ કરીને આવી પરિસ્થિતિઓમાં. તેમની પાસે T20 ખેલાડી પણ છે.

ભારત મૂળરૂપે વર્લ્ડ કપના આ સંસ્કરણનું મેજબાન છે, પરંતુ ભારતમાં કોરોના વાયરસ મહામારીની સ્થિતિના કારણે ટૂર્નામેન્ટ યુએઈ અને ઓમાનમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આરામથી પોતાની બંને પ્રેક્ટિસ મેચો જીતીને ભારતે T20 વર્લ્ડ કપના સુપર 12 ચરણમાં જવામાં પોતાનો દમ બતાવી દીધો છે. ઈન્ઝમામે કહ્યું કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 153 રનોનો પીછો કરતા ભારતના વિરાટ કોહલીએ બેટિંગ કરવાની પણ જરૂર ના પડી, એ દર્શાવે છે કે તે આ પરિસ્થિતિઓમાં દુનિયાની સૌથી ખતરનાક ટીમ છે.

ઈન્ઝમામ-ઉલ-હકે પોતાની યૂટ્યૂબ ચેનલ પર કહ્યું, ભારતે આરામથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાની પ્રેક્ટિસ મેચ જીતી લીધી. ઉપમહાદ્વીપની આ પ્રકારની પિચો પર ભારત દુનિયાની સૌથી ખતરનાક T20 ટીમ છે. જો આપણે એ 155 રનને જોઈએ જેનો તેમણે પીછો કર્યો, તો તેમને આવુ કરવા માટે વિરાટ કોહલીની જરૂર પણ ના પડી. ભારત રવિવાર (24 ઓક્ટોબર)ના રોજ દુબઈમાં પોતાના ચિર પ્રતિદ્વંદ્વી પાકિસ્તાન વિરુદ્ધ વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. ભારતના વર્લ્ડ કપ T20 અભિયાન શરૂ કરતા પહેલા જ ઈન્ઝમામે કહ્યું કે, તે ફાયનલ કરતા પહેલાની ફાયનલ છે.

ઈન્ઝમામે કહ્યું, સુપર 12માં ભારત અને પાકિસ્તાનની વચ્ચે મેચ ફાયનલ કરતા પહેલાની ફાયનલ છે. કોઈપણ મેચને આ પ્રકારની હાઈપ ના કરવામાં આવશે. 2017 ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ભારત અને પાકિસ્તાને એકબીજાનો સામનો કરીને ટૂર્નામેન્ટની શરૂઆત કરી હતી અને સમાપ્ત પણ કરી હતી. ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાયેલી બંને મેચ ફાયનલ હોય તેવો જ અહેસાસ થઈ રહ્યો હતો. એવામાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાનારી પહેલી મેચને જીતનારી ટીમનું મનોબળ વધશે અને તેમના પરથી 50 ટકા જેટલું પ્રેશર પણ ઓછું થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp