IPL 2020ને મળ્યો દર્શકોનો ભરપૂર સાથ, આ બાબતે બન્યો રેકોર્ડ

PC: hindustantimes.com

દુનિયાની સૌથી મોંઘી T20 લીગ કહેવાતી IPL હાલમાં જ પૂરી થઈ ગઇ અને ત્યાંથી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જતી રહી છે. આ વખતે કોરોના મહામારીના કારણે IPLનું આયોજન ભારતમાં નહીં પરંતુ UAEમાં થયું હતું. તેમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. આ ફાઈનલ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે જીત મેળવીને 5મી વાર ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. BCCIએ તમામ પરેશાનીઓ વચ્ચે દેશ બહાર UAEમા IPLની 13મી સીઝનનું આયોજન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. કોરોનાના જોખમને ધ્યાનમાં લઈને આ વખતે IPLનું આયોજન સ્ટેડિયમમાં દર્શકો વિના કરવામાં આવ્યું હતું.

બાયો બબલ અને ક્વોરેન્ટાઇનના નિયમો વચ્ચે થયેલી આ ટૂર્નામેન્ટને પણ દર્શકોનું ભરપૂર સમર્થન મળ્યું. તેનો અંદાજો IPLના અધિકારીક પ્રસારક ડિઝની પ્લસ હોટસ્ટાર દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ જોઈને લગાવી શકાય છે. ડિઝની હોટસ્ટાર ઇન્ડિયાએ દાવો કર્યો છે કે આ વખતે T20 લીગમાં 31.57 મિલિયનની સરેરાશ ઇમ્પ્રેશન સાથે ટીવી દર્શકોની સંખ્યામાં 23 ટકાનો વધારો થયો છે. બ્રૉડકાસ્ટ ઈન્ડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) ઇન્ડિયાના જણાવ્યા અનુસાર ડેટા 5 ક્ષેત્રીય ભાષાઓના કવરેજ પરથી પ્રાપ્ત કરવામાં આવ્યા છે. તેમાં હિન્દી, બંગાળી, તામિલ, તેલુગુ અને કન્નડે દર્શકો વધારવામાં ઘણી મદદ કરી છે.

ચેનલ અનુસાર, હાલમાં સમાપ્ત થયેલી ટૂર્નામેન્ટમાં મહિલા અને બાળક દર્શકોમાં ક્રમશઃ 24 ટકા અને 20 ટકાનો વધારો જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે કોરોનાના કારણે IPLનું આયોજન નક્કી થયેલા સમયે થઈ શક્યું નહોતું, પરંતુ ત્યારબાદ ઓસ્ટ્રેલિયામાં આયોજીત ICC, T20 વર્લ્ડ કપ સ્થગિત થયા બાદ, તેને (IPLને) દેશ બહાર UAEમા કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ દરમિયાન મેદાનો સાથે સાથે સ્પોન્સર પણ બદલાઈ ગયા હતા.

દોઢ મહિના સુધી ચાલેલી આ ટૂર્નામેન્ટમાં બધી ટીમો વચ્ચે જબદસ્ત મેચો જોવા મળી. આ દરમિયાન ઘણા રેકોર્ડ પણ બન્યા અને રેકોર્ડ તૂટયા પણ. તો મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્માની આગેવાનીમાં રેકોર્ડ 5મી વાર ટ્રોફી પોતાના નામે કરી છે. મુંબઈ ઈન્ડિયન્સ IPLની સૌથી સફળ ટીમ છે જ્યારે IPLની બીજી સૌથી સફળ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ છે. તેણે ત્રણવાર IPL ટ્રોફી પોતાના નામે કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp