પ્લેઓફની મેચમાં વરસાદ પડે તો કંઈ રીતે થશે મેચનો નિર્ણય? ફાઇનલ માટે શું છે નિયમ?

PC: BCCI

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પ્લેઓફ માટે ગવર્નિંગ કાઉન્સિલે નવા નિયમો બાબતે જણાવ્યું છે. ક્વાલિફાયર-1, એલિમિનેટર અને ક્વાલિફાયર-2મા વરસાદના કારણે મેચમાં વિધ્ન આવે છે અને નિયમિત સમયમાં મેચ પૂરી થઈ શકતી નથી તો સુપર ઓવર થશે. તો ફાઇનલ મેચ માટે એક રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો વરસાદ કે કોઈ અન્ય કારણોથી મેચ પૂરી ન થઈ શકી તો આગામી દિવસે મેચ રમાશે. ક્વાલિફાયર-1, એલિમિનેટર અને ક્વાલિફાયર-2મા જો એક પણ ઓવર ન થઈ તો વિજેતાનો નિર્ણય પોઇન્ટ્સ ટેબલના આધાર પર થશે.

પોઇન્ટ્સ ટેબલમાં અગાળ રહેનારી ટીમને વિજેતા જાહેર કરી દેવામાં આવશે. આ ત્રણેય મેચ માટે કોઈ પણ રિઝર્વ ડે નથી. ફાઇનલ મેચ 29 મેના રોજ થવાની છે. એટલે 30 મેના રોજ રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. ટાઈટલી મેચ રાત્રે 8 વાગ્યાથી રમાશે. IPLની પ્લેઓફ મેચ કોલકાતા અને અમદાવાદમાં રમાશે. કોલકાતામાં 24 મેના રોજ ક્વાલિફાયર-1 અને 25 મેના રોજ એલિમિનેટર મેચ રમાશે. ત્યાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

એવામાં મેચ ન થવાની સ્થિતિમાં ક્વાલિફાયર-1મા ગુજરાત ટાઈટન્સ અને એલિમિનેટરમાં લખનૌ સુપર જાયન્ટ્સને ફાયદો પહોંચી શકે છે. પહેલી ક્વાલિફાયરમાં 24 મેના રોજ રાજસ્થાન રૉયલ્સ સાથે ગુજરાત ટાઈટન્સની મેચ થશે. તો 25 મેના રોજ એલિમિનેટરમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો સામસામે હશે. ગુજરાત પોઈન્ટ ટેબલમાં પહેલા અને રાજસ્થાન બીજા નંબરે છે.

તો લખનૌ સુપર જાયન્ટ્સ ત્રીજા અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર ચોથા નંબર પર છે. બીજી ક્વાલિફાયર મેચ (27 મેના રોજ) અને ફાઇનલ (29 મેના રોજ) અમદાવાદમાં રમાવાની છે. IPL મુજબ પ્લેઓફ મેચમાં જરૂરિયાત પડવા પર મેચ ઓવરોની સંખ્યાને ઓછામાં ઓછી 5 ઓવર કરી શકાય છે. જો આ 5 ઓવરોમાં રમત પૂરી થઈ શકતી નથી તો સુપર ઓવર થશે. ત્યાં પણ પરિણામ ન નીકળી શક્યું તો પોઇન્ટ્સ ટેબલમાં સારા સ્થાન પર રહેનારી ટીમને વિજેતા જાહેર કરવામાં આવશે.

આ વખત ક્વાલિફાયર થયેલી 4 ટીમોમાંથી આ સીઝનમાં 2 નવી જોડાયેલી ટીમ છે એટલે જે 3 ટીમ એવી છે જેણે અત્યાર સુધી એક પણ ટ્રોફી જીતી નથી. તેમાં ગુજરાત ટાઈટન્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેલ છે, જ્યારે રાજસ્થાન રૉયલ્સે શરૂઆતી સીઝન એટલે કે વર્ષ 2008મા ટ્રોફી પર કબજો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp