આયર્લેન્ડના કેપ્ટને T20 સીરિઝ અગાઉ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

PC: espncricinfo.com

ભારત અને આયર્લેન્ડ વચ્ચે 26 જૂને પહેલી T20 મેચ રમાશે. 2 મેચોની T20 સીરિઝ માટે ભારતીય ટીમ જલ્દી જ આયર્લેન્ડ માટે રવાના થશે. આ સીરિઝ માટે આયર્લેન્ડના કેપ્ટન એન્ડ્ર્યુ બલબર્નીને આશા છે કે, દુનિયાની નંબર વન રેન્કિંગવાળી ટીમ સાથે રમવાથી તેમના ખેલાડી પ્રેરિત થશે. આયર્લેન્ડ રવિવારે અને મંગળવાર એટલે કે 26 અને 28 જૂનના રોજ માલાહાઇવમાં ભારતની મેજબાની કરશે. બંને મેચોની ટિકિટ પહેલા જ વેચાઈ ચૂકી છે. બાલબર્નીએ 2fmના ગેમ ઓફને કહ્યું કે, તે વાસ્તવમાં એક મોટી પરીક્ષા છે.

તેણે આગળ કહ્યું કે, રમત માટે દેશમાં તેમની પાસે જેટલી મોટી સંખ્યા છે મને નથી લાગતું કે દુનિયામાં કોઈ અન્ય રમત તેની તુલના કરી શકે છે. ભારત જેવી ટીમ સાથે રમવાનો પ્રભાવ ખૂબ મોટો છે. રમત જોનારા લાખો લોકો હશે. જો અમે આ સીરિઝ જીતી લઈએ તો તે એક મોટી ઉપલબ્ધિ હશે. ભારત ઘણા નવા ચહેરાને લઈને આવી રહ્યું છે. બલબર્નીએ ભાર આપીને કહ્યું કે, એવા ઘણા ખેલાડી છે જેમણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં વાસ્તવમાં સારું પ્રદર્શન કર્યું છે. આપણે બધા જાણીએ છીએ કે, ટૂર્નામેન્ટ કેટલી સારી ગુણવત્તાવાળી છે.

મુખ્ય ટીમ ભારત આવવાથી તમારે સતત સારું પ્રદર્શન કરવું પડશે એટલે ઇંગ્લેન્ડમાં જ્યારે ભારતીય ટીમ ટેસ્ટ મેચ રમી રહી હશે અમે T20 રમીશું. એવામાં ઘણા ખેલાડી પોતાને સાબિત કરવા માટે ઉત્સુક હશે. કેપ્ટને કહ્યું કે, એ તપતી બંદુકો બહાર આવી રહી હશે એટલે કે પોતાનો પ્રયત્ન અને ઉર્જા કંઈક હાંસલ કરવાનો પ્રયત્નમાં લગાવી દેશે. 2 મેચોની સીરિઝ T20 વર્લ્ડ કપની તૈયારી માટે હશે.

ભારત સામેની સીરિઝ માટે બલબર્નીએ કહ્યું કે, વર્ષના અંતમાં વર્લ્ડ કપ સાથે અમારા કેટલાક યુવા અને અનુભવહીન લોકો માટે એ દેખાડવાનો એક મોટો અવસર છે કે તેમનું પાસે શું છે. અમારી પાસે તેનાથી આગળ રમવા માટે ઘણી ગુણવત્તાવાળી T20 ક્રિકેટ છે. અમે વિશ્વ સ્તરીય ખેલાડીઓ વિરુદ્ધ દર અઠવાડિયે રમી રહ્યા છીએ તો આશા છે કે અમે સારી સ્થિતિમાં હોઈશું અને ખેલાડીઓને સારી ટીમો વિરુદ્ધ ફોર્મ મળી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp