રાષ્ટ્રગાન સમયે ઇશાનના કાનમાં ભમરો ઘૂસવાનો હતો, રીએક્શન થયું વાયરલ, જુઓ વીડિયો

PC: livehindustan.com

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ મેચોની વન-ડે ઇન્ટરનેશનલ સીરિઝની પહેલી મેચ 18 ઑગસ્ટના રોજ હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાઈ હતી. ભારતીય ટીમે એક તરફી અંદાજમાં મેચ 10 વિકેટથી જીતી લીધી હતી. આ મેચ અગાઉ ભારતીય ટીમ રાષ્ટ્રગાન માટે મેદાનમાં પહોંચી હતી. રાષ્ટ્રગાન વચ્ચે ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન કિશન કિશન પર ભમરાએ હુમલો કરી દીધો, ત્યારબાદ તેનું રીએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ઇશાન કિશન ભમરાથી પરેશાન દેખાયો અને એકદમ ચોંકી ગયો.

સોશિયલ મીડિયા પર તેનો વીડિયો ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે. ઇશાન કિશન રાષ્ટ્રગાનમાં એકદમ લીન હતો, ત્યારે જ તેના કાન પાસે ભમરો પહોંચી ગયો અને તે એકદમ ચોંકી ગયો. તો મેચ પહેલાંનો એક વીડિયો કે.એલ. રાહુલનો પણ વાયરલ થઈ રહ્યો છે. મેચ પહેલા મોટા ભાગે બધા ખેલાડી પોતાના મોઢામાં ચૂઈંગમ ચાવતા નજરે પડે છે, એવી જ રીતે કે.એલ. રાહુલના મોઢામાં પણ ચૂઈંગમ હતી, પરંતુ જ્યારે રાષ્ટ્રગાનના સમયે તેણે પોતાના મોઢામાંથી ચૂઈંગમ કાઢી નાખી. તેના આ ગેસ્ચરના યઝર્સ ખૂબ વખાણ કરી રહ્યા છે.

ભારતીય ટીમે ઝિમ્બાબ્વે પ્રવાસની શરૂઆત ખૂબ જ શાનદાર રીતે કરી છે. હરારેમાં રમાયેલી પહેલી વન-ડે મેચમાં ભારતીય ટીમે મેજબાન ટીમને 10 વિકેટથી હરાવીને 3 મેચોની સીરિઝમાં 1-0ની લીડ હાંસલ કરી લીધી છે. કે.એલ. રાહુલની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે પહેલી જીત હાંસલ કરી. એ સિવાય ભારતીય કેપ્ટન કે.એલ. રાહુલે પોતાના એક ખૂબ જ સુંદર ગેસ્ચરથી પણ ફેન્સનું દિલ જીતી લીધું. આ મેચમાં ઝિમ્બાબ્વેએ ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમ સામે 190 રનોનું લક્ષ્ય રાખ્યું હતું. 190 રનોના લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમે શિખર ધવન અને શુભમન ગિલની શાનદાર બેટિંગના કારણે 30.5 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.

મેચ બાદ કે.એલ. રાહુલે કહ્યું કે, અમે ખૂબ ક્રિકેટ રમીએ છીએ અને ઇજા તેનો હિસ્સો રહેશે. રમતથી દૂર રહેવું હકીકતમાં મુશ્કેલ છે. આ મુશ્કેલ સમય છે અને અમે બેંગ્લોરમાં મેં (મેં, કુલદીપ યાદવ અને દીપક ચાહર) સાથે કામ કર્યું. વિકેટમાં થોડી સ્વિંગ અને સીમ મૂવમેન્ટ પણ હતી, પરંતુ બોલરોને અનુશાસીત રહેતા અને એ વિકેટોને લેતા જોઈને સારું લાગ્યું. અમારામાંથી કેટલાક માટે ભારતીય ડ્રેસિંગ રૂમમાં પાછું આવવું ખૂબ સારું છે. એક ટીમના રૂપમાં અમે સારા ફોર્મમાં છીએ. એ જોઈને સારું લાગ્યું કે અમને બધાને ગેમનો પર્યાપ્ત સમય મળી રહ્યો છે. તેનાથી સારું લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp