જ્યારે અમદાવાદી એવા બૂમરાહને પૂછાયું તમને ભારતની ટીમના કેપ્ટન બનાવાયા તો?

PC: newindianexpress.com

ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહે સોમવારે કહ્યું હતું કે જો ભવિષ્યમાં તેને રાષ્ટ્રીય ટીમની કેપ્ટન્સી કરવાનો ચાન્સ મળે છે તો તે આ જવાબદારી નિભાવવાથી ક્યારેય પાછળ નહીં હટે. વિરાટ કોહલીએ ટેસ્ટ ફોર્મેટમાંથી કેપ્ટન તરીકે રાજીનામું આપ્યા બાદ તેનું ત્રણેય ફોર્મેટમાં કેપ્ટની કરિયર સમાપ્ત થઈ ગયું છે જ્યારે રોહિત શર્મા આગામી વર્ષે 35 વર્ષનો થઈ જશે અને એવામાં સવાલ ઉઠે છે કે એવો કયો ખેલાડી હોય શકે છે જે લાંબી અવધિ સુધી ટીમની કેપ્ટન્સી સંભાળી શકે છે.

આ હિસાબે જસપ્રીત બૂમરાહને પણ કેપ્ટન્સીનો દાવેદાર માનવામાં આવી રહ્યો છે કેમ કે તેને હાલમાં જ દક્ષિણ આફ્રિકામાં 19 જાન્યુઆરીથી શરૂ થવા જઇ રહેલી વન-ડે સીરિઝમાં ઉપકેપ્ટન બનાવવામાં આવ્યો છે. જસપ્રીત બૂમહારે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બુધવારથી શરૂ થનારી વન-ડે સીરિઝ પૂર્વે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જો આ ચાન્સ તેને મળે છે તો તે સન્માનની વાત હશે અને મને નથી લાગતું કે કોઈ પણ ખેલાડી તે માટે ના પાડશે અને હું પણ અપવાદ નથી. પછી તે કોઈ પણ નેતૃત્ત્વ ગૃપ હોય, હું હંમેશાં પોતાની સર્વશ્રેષ્ઠ ક્ષમતાથી તેમાં યોગદાન આપવા માગું છું.

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વન-ડે સીરિઝમાં જસપ્રીત બૂમરાહ ઉપકેપ્ટનની ભૂમિકા ભજવશે અને તેણે કહ્યું કે જવાબદારી લેવું અને ટીમના સાથીઓની મદદ કરવાનો તેનો સ્વાભાવિક ગુણ છે. જસપ્રીત બૂમરાહે કહ્યું કે હું આ સ્થિતિને એ જ રીતે જોઉ છું. જવાબદારી લેવી અને ખેલાડીઓ સાથે વાત કરવી અને તેમની મદદ કરવાનો હંમેશાં મારો દૃષ્ટિકોણ રહ્યો છે અને સ્થિતિ ગમે તેવી હોય એ હંમેશાં મારો દૃષ્ટિકોણ રહેશે. જસપ્રીત બૂમરાહે તેની સાથે જ કહ્યું કે વિરાટ કોહલીએ પોતાના સાથી ખેલાડીઓને ટીમ બેઠક દરમિયાન કેપ્ટન્સી છોડવાના નિર્ણય બાબતે કહી દીધું હતું અને ટીમ તેના નિર્ણયનું સન્માન કરે છે.

ભારતની વન-ડે ટીમ:

કે.એલ. રાહુલ (કેપ્ટન), જસપ્રીત બૂમરાહ (ઉપકેપ્ટન), શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐય્યર, વેંકટેશ ઐય્યર, રિષભ પંત (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, પ્રસિદ્ધ કૃષ્ણા, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, જયંત યાદવ અને નવદીપ સૈની.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp